Vidya Balan New Movie બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન હાલ ફિલ્મ ‘નિયત’ને લઈને સતત ચર્ચામાં છે. તેણે લાંબા સમયના વિરામ પછી ફરી ફિલ્મી દુનિયામાં કમબેક કર્યું છે. વિદ્યા બાલનની ફિલ્મ ‘નિયત’ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. તેમજ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ બતાવી શકી નથી. આ વચ્ચે વિધા બાલને તાજેતરમાં તેના સ્કૂલના દિવસોને યાદ કરીને મલાઇકા અરોરા અને શિલ્પા શેટ્ટીને લઇને મોટો ખુલાસો કર્યો છે.
વિધા બાલને જણાવ્યું હતું કે, સ્કૂલના સમયગાળા દરમિયાન શિલ્પા શેટ્ટી 3 વર્ષ સીનિયર હતી. બીજી બાજુ મલાઇકા અરોરાને જોવા માટે લાંબી કતાર રહેતી હતી. હકીકતમાં વિદ્યા બાલને તાજેતરમાં જ યુટ્યુબ ચેનલ કર્લી ટેલ્સ સાથે વાતચીત કરી હતી.
આ દરમિયાન તેણે ફિલ્મ ‘નિયત’ સાથે કેટલીક રસપ્રદ વાત શેર કરી હતી. જેમાં વિદ્યા બાલને જણાવ્યું હતું કે, સ્કૂલ સમયગાળા દરમિયાન મલાઇકા અરોરાની એક ઝલક જોવા માટે છોકરા આતુરાથી રાહ જોતા હતા. જો કે, મલાઇકા અરોરા બીજી સ્કૂલમાં ભણતી હતી, પરંતુ તે મારા ફ્રેન્ચ ટ્યુશનમાં મારા ઘરની સામેથી જ પસાર થતીં હતીં.
આ સાથે વિદ્યા બાલને શિલ્પા શેટ્ટી વિશે પણ મોટો ખુલાસો કર્યો છે કે, તે બંને સ્કૂલમાં સાથે ભણતા હતા. પરંતુ આ સમય દરમિયાન શિલ્પા તેના કરતા ત્રણ વર્ષ સિનિયર હતી.તે હંમેશા આકર્ષક રહેતી હતી.શિલ્પા બાસ્કેટબોલ પ્લેયર હતી. એકવાર તેની માતાએ નક્કી કરી લીધું હકું કે, તેણે શિલ્પા સાથે બાસ્કેટબોલ રમવું જોઈએ. તે દિવસોમાં અભિનેત્રી વિશે ચર્ચા જોરમાં હતી કે તે કદાચ ફિલ્મો તરફ વળે. બાળપણના દિવસો કેટલા અમૃલ્ય અને તેને કદી ભૂલી ન શકાય એ વાતથી બધા પરિચિત છે. આ વિશે વિદ્યા બાલને પણ એમ કહ્યું હતું કે, તે કદી એ દિવસોનો ભૂલી શક્શે નહીં.





