Vijay Varma : અભિનેતા વિજય વર્મા (Vijay Varma) તેણે ફિલ્મોમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે પરંતુ હિન્દી ફિલ્મોમાં પોતાનું નામ બનાવતા પહેલા અભિનેતાને લાંબો સંઘર્ષ કરવો પડ્યો હતો. તાજેતરના એક ઇન્ટરવ્યુ દરમિયાન, વિજયે તે સમયને યાદ કર્યો જ્યારે તેના બેંક ખાતામાં કેટલા પૈસા હતા અને શેર કર્યું કે આ કદાચ તેના જીવનનો સૌથી ખરાબ સમય હતો.
શુભંકર મિશ્રાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા એક્ટર કહે છે, ‘તે ખૂબ જ ખરાબ સમય હતો. મારા ખાતામાં માત્ર 18 રૂપિયા હતા અને હું કાં તો પાણીપુરી કે ઈડલી ખાઈ શકતો હતો.’ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેઓ સારી આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવ્યા હોવા છતાં શા માટે તેમની આવી હાલત છે, ત્યારે વિજયે શેર કર્યું, ‘મેં ઘરેથી પૈસા લેવાનું બંધ કરી દીધું હતું કારણ કે મારા પિતા મારી સાથે વાત કરતા ન હતા.”
આ પણ વાંચો: Kriti Sanon : કૃતિ સેનેને ડાન્સ કર્યો સ્ટેડિયમમાં અને વાત લગ્ન સુધી પહોંચી ગઇ…
વિજયે શેર કરે છે, ‘જો મારું ભાડું અને ભથ્થું ફિક્સ થઇ ગયું હોત તો હું સખત મહેનત ના કરત, તેથી મારે મારી અંદરની આગને મજબૂત થવા દેવી જોઈએ. 2-3 મહિનામાં, મારી પાસે કંઈ જ બચ્યું ન હતું, તે સમયે મેં પૈસા માટે એક નાની ભૂમિકા ભજવી હતી અને તે ખૂબ જ ખરાબ અનુભવ હતો. તેથી તે મારા જીવનનો સૌથી ખરાબ સમય કહી શકાય.’
અગાઉ મિર્ઝાપુર 3 ના પ્રમોશન દરમિયાન, વિજયે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે તેના પિતા સાથેના સંબંધો વિશે વાત કરી હતી . તેણે એક્ટર બનવાનો નિર્ણય કર્યો તે સમયને યાદ કરતાં વિજય કહે છે કે જ્યારે તેણે તેના પિતાને તેની અભિનયની આકાંક્ષાઓ વિશે જણાવ્યું ત્યારે તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
વિજય હવે નેટફ્લિક્સ સિરીઝ IC 814: ધ કંદહાર હાઇજેક (IC 814: The Kandahar Hijack) માં જોવા મળશે. આ વેબ સિરીઝ 29 ઓગસ્ટ એટલે કે આજે ગુરુવારથી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમિંગ થશે.