Vikram Bhatt | ફેમસ ફિલ્મ નિર્માતા વિક્રમ ભટ્ટ (Vikram Bhatt) ની માતા વર્ષા પ્રવીણ ભટ્ટ (Varsha Praveen Bhatt) નું શનિવારે અવસાન થયું હતું. ANI ના અહેવાલ મુજબ, તેઓ 74 વર્ષના હતા અને લાંબી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર શનિવારે બપોરે મુંબઈના વર્સોવામાં કરવામાં આવ્યા હતા.
વિક્રમ ભટ્ટ (Vikram Bhatt) માતાના નિધન પર પોતાનું દુઃખ શેર કરતા ઇન્સ્ટાગ્રામ પર એક ભાવનાત્મક નોટ લખી, જ્યાં તેમણે લખ્યું કે તેની માતા થોડા મહિનાઓથી બીમાર હતી. વિક્રમે તેની માતાનો જૂનો એક ફોટો પણ શેર કર્યો છે.
વિક્રમ ભટ્ટની માતાના નિધન પર ઈમોશનલ નોટ
ઇન્સ્ટાગ્રામ પર વિક્રમ ભટ્ટે લખ્યું, “મારી માતા વર્ષા ભટ્ટનું 6 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે અવસાન થયું. તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી બીમાર હતા, અને મને ખાતરી છે કે તેઓ હવે વધુ સારી જગ્યાએ છે. દુઃખ કેવું છે ! શરૂઆતમાં તે એટલું સતત હોય છે કે તો એવું લાગે છે જે આંસુ અટકતાં નથી અને પછી ધીમે ધીમે રડવાનું બંધ થઇ જાય છે. જીવનની મહેનત અને વ્યવસ્તતા વચ્ચે રાહતની ક્ષણ મળે, અને પહેલા કરતા વધારે સ્ટ્રોંગ બનીએ છીએ. મને ખબર છે, દુઃખ અને કઠિનતા વચ્ચેનો સમય વધશે, અને જેમ તેઓ કહે છે સમય બધા જખમોને રૂઝાવશે પરંતુ તે સમય હજુ મારા માટે આવ્યો નથી. મને આશ્ચર્ય થાય છે કે શું તે આવશે.!”
વિક્રમે આગળ લખ્યું કે “મારી સાથે દુઃખ શેર કરનારા બધાનો હું આભાર માનું છું. અને અહીં મારી પ્રાર્થના છે કે તેણીને સ્ત્રોત સાથે સ્થાન મળે. જો તમને આ પોસ્ટ પર તક મળે તો. તેના માટે પ્રાર્થના કરો કારણ કે આ તેની પ્રાર્થના સભા છે,” ઘણા લોકોએ વિક્રમની પોસ્ટ પર સંવેદના અને આદર વ્યક્ત કર્યો હતો. અભિનેત્રી અવિકા ગોરે ટિપ્પણી કરી હતી કે, “ઊંડી સંવેદના, ઓમ શાંતિ.”
બોલિવૂડના આ ફિલ્મ નિર્માતાએ અમિતાભ બચ્ચન, શ્રીદેવી અને દાઉદ ઇબ્રાહિમને ગણાવ્યા પ્રેરણાસ્ત્રોત
વિક્રમ ભટ્ટ (Vikram Bhatt)
વિક્રમ ભટ્ટના પિતા, પ્રવીણ ભટ્ટ, એક પ્રખ્યાત સિનેમેટોગ્રાફર હતા જે સડક, આશિકી, અગ્નિપથ, દિલ હૈ કી માનતા નહીં, વગેરે ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા હતા. કાર્યક્ષેત્રમાં, વિક્રમ ભટ્ટ તેમની હોરર અને થ્રિલર વાર્તાઓ માટે જાણીતા છે. તેમની આગામી ફિલ્મ હોન્ટેડ: ઘોસ્ટ ઓફ ધ પાસ્ટ આ વર્ષે 21 નવેમ્બરે રિલીઝ થવાની છે.