Vikrant Massey | બોલીવુડ અભિનેતા વિક્રાંત મેસી (Vikrant Massey) એ તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એકટિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તાજેતરમાં જ અભિનેતા ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં (The Sabarmati Report) જોવા મળ્યો હતો. અગાઉ, ’12મી ફેલ’ અને ‘સેક્ટર 36’ જેવી ફિલ્મોમાં તેના ઉત્તમ અભિનય માટે તેની પ્રશંસા કરવામાં આવી હતી. એક્ટર વિશે એવી અપેક્ષા હતી કે વિક્રાંત આ સફળતાનો લાભ લેશે અને આગળ વધશે, પરંતુ અભિનેતાએ અચાનક નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. 37 વર્ષની ઉંમરે તે એક્ટિંગને અલવિદા કહેવા જઈ રહ્યો છે.
વિક્રાંત મેસી નિવૃત્તિ (Vikrant Massey Retirement)
વિક્રાંતે સોમવારે સવારે (2 ડિસેમ્બર) 2025 પછી અભિનયમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક નોટમાં તેણે લખ્યું, “છેલ્લા કેટલાક વર્ષો અને તે પહેલાનો સમય અદ્ભુત રહ્યો. હું તમારા બધાનો આભાર માનું છું જેમણે મને હંમેશા સાથ આપ્યો છે, પરંતુ જેમ જેમ હું આગળ વધી રહ્યો છું તેમ મને અહેસાસ થાય છે કે એક પતિ, પિતા, પુત્ર અને એક અભિનેતા તરીકે પણ, મારી જાતને સાકાર કરવાનો અને ઘરે પાછા ફરવાનો સમય આવી ગયો છે.”
આ પણ વાંચો: ‘પુષ્પા 2’ની રિલીઝ પહેલા અલ્લુ અર્જુન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ, જાણો શું છે મામલો
રિપોર્ટ મુજબ વિક્રાંત હાલમાં બે ફિલ્મો ‘યાર જિગરી’ અને ‘આંખો કી ગુસ્તાખિયાં’ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મો વિશે વાત કરતા અભિનેતાએ લખ્યું, “અમે 2025 માં છેલ્લી વાર મળીશું. છેલ્લી 2 ફિલ્મો અને ઘણા વર્ષોની યાદો માટે ફરી એકવાર આભાર.”
આ પણ વાંચો: હોલિવૂડની આ 5 ડરામણી ફિલ્મોની આગળ ફેલ છે બોલિવૂડની ભૂતિયા ફિલ્મો, એકલા જોનારાને આવ્યા હાર્ટ એટેક
વિક્રાંતની આ જાહેરાતથી તેના ચાહકો ચોંકી ગયા છે. મોટી સંખ્યામાં લોકોએ કોમેન્ટમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એક ચાહકે લખ્યું, “તમે આવું કેમ કરી રહ્યા છો? તમારા જેવા બહુ ઓછા કલાકારો છે. અમને સારા સિનેમાની જરૂર છે.” બીજાએ કહ્યું, “અચાનક? બધું બરાબર છે કે કેમ? ચાહકો માટે આ ખૂબ જ આઘાતજનક સમાચાર છે.
અમને તમારી એક્ટિંગ અને ફિલ્મો ગમે છે.” ઘણા ચાહકોએ વિક્રાંતને આ નિર્ણય પર પુનર્વિચાર કરવા વિનંતી પણ કરી હતી. “ભાઈ, તમે શિખર પર છો… તમે આવું કેમ વિચારી રહ્યા છો?” એક ચાહકે લખ્યું. કેટલાક ચાહકો તો વિચારવા લાગ્યા કે શું આ કોઈ ફિલ્મ કે બ્રાન્ડ પ્રમોશન માટેનો પબ્લિસિટી સ્ટંટ છે કે શું?
વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ તાજેતરમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મને લોકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં 28 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે.





