/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/vikrant-massey-.jpg)
Vikrant Massey Birthday : જ્યારે વિક્રાંત મેસીને બર્થડે પર ભેટમાં ગુલઝારની જૂતિયા મળી હતી
Vikrant Massey Birthday : બોલિવૂડના મશહૂર અભિનેતા વિક્રાંત મેસ્સી 3 એપ્રિલે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વિક્રાંત મેસીએ 11 વર્ષની કારકિર્દીમાં એક ખાસ ઓળખ સ્થાપી છે.
વિક્રાંત મેસીએ તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2013માં ફિલ્મ 'લૂંટેરા'થી કરી હતી. રણવીર સિંહ અને સોનાક્ષી સિંહાની આ ફિલ્મમાં વિક્રાંત મેસી પણ ખાસ ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ પછી લોકો વક્રાંતની એક્ટિંગના ખુબ વખાણ કરવા લાગ્યા અને અઢળક ફિલ્મો ઓફર થવા લાગી.
વિક્રાંતે ફિલ્મોમાં કામ કરતા પહેલા ડાન્સની ટ્રેનિંગ લીધી હતી. વર્ષ 2007માં વિક્રાંત મેસીએ એક ડાન્સિંગ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. જોકે, આ શો પછી વિક્રાંતને કોઈ ખાસ ઓળખ મળી ન હતી.
વિક્રાંત મેસીએ દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ 'છપાક'માં પણ કામ કર્યું હતું. આ સાથે વિક્રાંત મેસીને સૌથી લોકપ્રિય વેબસીરીઝ મિર્ઝાપુરથી પણ ખાસ ઓળખ મળી હતી. આ સીરિઝ હિટ થયા પછી વિક્રાંતના જીવનને નવો વળાંક મળ્યો.
પોતાના એક ઈન્ટરવ્યુમાં વિક્રાંત મેસીએ જણાવ્યું હતું કે, તે વોશરૂમની લાઈનમાં ઉભો હતો. પછી એક ટેલિવિઝન એક્ઝિક્યુટિવે પૂછ્યું કે, શું તે એક્ટિંગ કરશે?
આ પછી વિક્રાંત એક્ઝિક્યુટિની ઓફિસમાં મળવા ગયો અને કહેવામાં આવ્યું કે તેણે એક મહિનામાં ચાર એપિસોડ શૂટ કરવાના છે અને તેને દરેક એપિસોડ માટે 6,000 રૂપિયા આપવામાં મળશે. વિક્રાંતે કહ્યું હતું કે, તેણે આ ઓફર પૈસા માટે નહીં, પરંતુ શીખવાની ઈચ્છાથી સ્વીકારી છે.
આજે તે વિક્રાંત મેસી જાણીતો કલાકાર બની ગયો છે. તેણે ધરમ વીર, બાલિકા વધુ જેવા ઘણા ટીવી શોમાં પોતાની શાનદાર એક્ટિંગનો જલવો બતાવ્યો છે. વિક્રાંત મેસીની મિર્ઝાપુર ઉપરાંત, ધ ક્રિમિનલ જસ્ટિસ તેમની લોકપ્રિય OTT વેબ સીરિઝ છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં છપાકના નિર્દેશક મેઘના ગુલઝારે વિક્રાંતના જન્મદિવસને ખાસ બનાવ્યો હતો. મેઘનાએ વિક્રાંતને તેના જન્મદિવસ પર તેના પિતા અને ગીતકાર ગુલઝાર સાહબના ફૂટવેર ગિફ્ટ કર્યા હતા.
વિક્રાંતને તેના જન્મદિવસ પહેલા ગુલઝાર સાહબના જૂતા ભેટમાં મળ્યા હતા. અભિનેતાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ જૂતાનો ફોટો શેર કર્યો અને લખ્યું, 'ગુલઝાર સાહબ દ્વારા પહેરવામાં આવેલા જૂતા… શું મારું સૌભાગ્ય છે.' આ સોનેરી રંગની નાગરા જૂતી ખૂબ જ અદભૂત છે.
પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા વિક્રાંત મેસીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે લોકો તેને કહેવા લાગ્યા કે તે હીરો મટીરિયલ નથી. વિક્રાંતે કહ્યું હતું કે – આ પહેલાં કોઈએ મારી સાથે આવી વાત કરી નથી. એ સાંભળીને મારી આંખમાં આંસુ આવી ગયા. હું સંપૂર્ણપણે તૂટી ગયો હતો. પરંતુ લોકોના અભિપ્રાયોને અવગણીને, વિક્રાંતે હાર ન માની અને સખત મહેનત કરતો રહ્યો. જેનું ફળ તેમને આજે મળી રહ્યું છે.
27 ઓક્ટોબર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મ '12મી ફેલ' બોક્સ ઓફિસ પર જબરદસ્ત હિટ રહી હતી. ફિલ્મે સારી કમાણી કરી હતી. જેને 96મા ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી હતી. વિક્રાંત મેસીની 12મી ફેલ આ વર્ષની સૌથી વધુ પસંદ કરવામાં આવેલી બોલિવૂડ ફિલ્મો પૈકી છે.
વિક્રાંત મેસ્સી તેની પત્ની શીતલ ઠાકુર સાથે મુંબઈના પોશ વિસ્તારમાં આવેલા આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે. આ સી ફેસિંગ એપાર્ટમેન્ટની કિંમત કરોડોમાં છે, જે તેણે તેના લગ્ન પહેલા ખરીદ્યું હતું. વિક્રાંત મેસીને મોંઘી કાર અને બાઇકનો ઘણો શોખ છે. તેમની પાસે વોલ્વો S90-D4 કાર છે, જેની કિંમત 60 લાખ રૂપિયાથી વધુ છે.
વિક્રાંત મેસીના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટર અભિનેતા વર્ષ 2002માં બનેલા ગોધરાકાંડ પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ'માં જોવા મળશે. 'ધ સાબરમતી રિપોર્ટ' 3 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us