Vikrant Massey : વિક્રાંત મેસી (Vikrant Massey) એ વર્ષ 2013માં રણવીર સિંહ અને સોનાક્ષી સિંહાની લૂટેરા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને આજે એક્ટર ફેમસ બોલિવૂડ સ્ટાર બની ગયો છે. એક્ટરની વર્ષ 2023 માં રિલીઝ થયેલ મુવી 12મી ફેલ (Movie 12th Fail) તેની કારકિર્દીની સફળ મૂવી બની છે. મુવીને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યા છે. પરંતુ વિક્રાંત 12મી ફેલની સફળતાનો સ્વીકાર કરે છે પણ અભિનેતા પોતાને “બોક્સ-ઓફિસ સ્ટાર” તરીકે માનતો નથી.
વિક્રાંત મેસીએ તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન Mashable India સાથે શેર કર્યું હતું કે તેને હવે લાગે છે કે 12મી ફેલ તેની કરિયરમાં એક ખાસ માઈલસ્ટોન હતી.વિક્રાંતે 12મી ફેલ પર તમામ પ્રેમ અને આદરનો વરસાદ કરવા બદલ પ્રેક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું કે ‘જયારે ફિલ્મની તૈયારી શરૂ કરી હતી ત્યારે એક માન્ય શંકા હતી કે સિનેમામાં ફિલ્મ આવશે. ઘણા સારા ઓરીજનલ લોકો હતા પણ એક્ટર્સ હતા નહિ. હું હજી પણ બોક્સ ઓફિસનો સ્ટાર નથી.’
આ પણ વાંચો: Martin Trailer Out: સાઉથ મૂવી માર્ટિન નું ટ્રેલર લોન્ચ, ધ્રુવ સરજા પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડશે
અભિનેતાએ શેર કર્યું કે 12મી ફેલની મોટી સફળતા પછી પણ જ્યાં સુધી તે ભવિષ્યમાં સતત 5-7 ફિલ્મો નહીં આપે ત્યાં સુધી તેને લાગતું રહેશે કે તે “બોક્સ ઓફિસ સ્ટાર” નથી. વિક્રાંતે ‘બેર મિનિમમ’ ગણાવતા જણાવ્યું હતું કે તેને આશા છે કે તે 5 વર્ષ પછી તેની પાસે ઘણી ફિલ્મો હશે. 12મા ફેલ અભિનેતાએ ઉમેર્યું હતું કે બેંકિબિલિટી (પૈસા કમાવાની ક્ષમતા) એક ફિલ્મ સાથે નથી આવતી, પરંતુ મોટા પડદા પર સતત રહેવાથી આવે છે.
વિક્રાંતે ક્રિકેટનું ઉદાહરણ આપતા શેર કર્યું કે તમે એક ઇનિંગ્સ રમીને કહી શકતા નથી કે તમે બધુંજ હાંસિલ કરી લીધું છે. ‘આપ એક ઇનિંગ મેં ખેલ કે નહીં બોલ સકતે હો કી હો ગયા.’
વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્દેશિત, લેખિત અને નિર્મિત ફિલ્મ 12મી ફેલ લેખક અનુરાગ પાઠક દ્વારા લખાયેલ 2019 નામના પુસ્તક પર આધારિત છે. તે IPS અધિકારી મનોજ કુમાર શર્માના જીવનની પર છે, જેમણે આ સિદ્ધિ હાંસલ કરવા માટે અત્યંત ગરીબી પર કાબુ મેળવ્યો હતો. આ ફિલ્મ ગયા વર્ષે 27 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી અને તે Disney+Hotstar પર સ્ટ્રીમ થઇ હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીયે તો વિક્રાંત મેસીએ દિલ ધડકને દો, અ ડેથ ઇન ધ ગુંજ, છપક, હસીન દિલરૂબા અને વધુ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તે 2018ની ફિલ્મની સિક્વલ ફિર આયી હસીન દિલરૂબામાં જોવા મળશે.





