Vikrant Massey | ટિફિન સર્વિસથી ઘર ચાલતું, અભિનેતા વિક્રાંત મેસીએ આર્થિક મુશ્કેલીઓ અંગે કરી વાત

Vikrant Massey | વિક્રાંત મેસીએ જણાવ્યું કે તે બાળપણમાં જુહુમાં રહેતો હતો. તેમનું જીવન ફિલ્મની સ્ટોરી જેવું છે. પારિવારિક ઝઘડાને કારણે તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો.

Written by shivani chauhan
November 13, 2024 09:50 IST
Vikrant Massey | ટિફિન સર્વિસથી ઘર ચાલતું, અભિનેતા વિક્રાંત મેસીએ આર્થિક મુશ્કેલીઓ અંગે કરી વાત
ટિફિન સર્વિસથી ચાલતું ઘર, અભિનેતા વિક્રાંત મેસીએ તેની આર્થિક મુશ્કેલીઓ અંગે કરી વાત

Vikrant Massey | એક્ટર વિક્રાંત મેસી (Vikrant Massey) નું બોલિવૂડ કરિયર શાનદાર રહ્યું છે. તે વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ’12 ફેલ’ (12th Fail) માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ દર્શકોને ખુબજ પસંદ આવી અને તેના અભિનયની પ્રશંસા પણ ખુબજ કરવામાં આવી હતી. હવે અભિનેતાના ઘણા ચાહકો છે. જોકે, વિક્રાંતને આ ખ્યાતિ મળ્યા પહેલા ઘણી સ્ટ્રગલ કરવી પડી હતી. આ વાત એક્ટર પોતે કહે છે.

વિક્રાંત મેસી કરિયર (Vikrant Massey Career)

વિક્રાંત મેસીએ આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આર્થિક રીતે સક્ષમ હોવું ખૂબ જ જરૂરી છે. તમે કોઈપણ સમસ્યામાંથી સરળતાથી બહાર નીકળી શકો છો, પરંતુ તે હંમેશા તમારા પર ભાવનાત્મક અસર કરશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે તેના ભૂતકાળને ભૂલીને આગળ વધી શક્યો છે, તો તેણે કહ્યું કે તે એક શરત છે, જો તમે ઘણા વર્ષોથી તમે એવી કોઈ પરિસ્થિતિમાં છો તો તમે તેના વિશે થોડા અસુરક્ષિત બનો છો. તેણે જવાબ આપ્યો, હું આર્થિક રીતે પરેશાન નથી, પરંતુ કંઈ પણ કાયમ રહેતું નથી. મારા માતા-પિતાને પણ આનો અનુભવ થયો છે.

આ પણ વાંચો: વિકાસ દિવ્યકીર્તિનું મોટું નિવેદન – પાન મસાલાની જાહેરાત કરનારા અભિનેતાઓને તે લાશો નહીં દેખાય

વિક્રાંત મેસીએ જણાવ્યું કે તે બાળપણમાં જુહુમાં રહેતો હતો. તેમનું જીવન ફિલ્મની સ્ટોરી જેવું છે. પારિવારિક ઝઘડાને કારણે તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. માતા-પિતાને એક વર્ષ સુધી વેરહાઉસમાં રહેવું પડ્યું હતું.તેણે કહ્યું કે “આજે હું એક વિશેષાધિકૃત પોજીશન પર છું અને હું 20 વર્ષ પહેલા જેવું અનુભવ કરતો નથી, જ્યારે મેં શરૂઆત કરી હતી.’ પણ કાલે ફરી મારી સાથે આવું ન થઈ શકે? અલબત્ત તેવું થઇ શકે છે!

આ પણ વાંચો: Mukesh Khanna Shaktimaan | મુકેશ ખન્ના શક્તિમાન બની ફરી કમબેક કરશે, ટીઝર રિલીઝ

ટિફિન સર્વિસ ચલાવી ઘરનું ગુજરાન કરતા

વિક્રાંત મેસી વધુમાં જણાવ્યું કે તેની માતા ઘરેથી ટિફિન સર્વિસ ચલાવતી હતી. કોચમેન આવીને કોચ લઈ જતો. પછી માતા બાળકોને શાળાએ મોકલતી હતી. નાસ્તો કરતી અને પછી પથારી કરીને સુઈ જતી. અમે શાળાએથી પાછા આવતા હોવાથી તે બપોરે ફરી જાગી જતી હતી, અને અમને 4 થી 7 વાગ્યા સુધી ભણાવતી હતી. તે રસોઈ કરતી, અમારી સંભાળ રાખતી, ખવડાવતી, સાફ-સફાઈ કરતી અને પછી રાત્રે 11 કે 12 વાગ્યે કામ પૂરું કરતી અને પછી સવારે 3 વાગ્યે જાગી જતી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ