કરિના કપૂર (Kareena Kapoor)બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રીમાંથી એક છે. કરીનાના ટેલેન્ટની સાથે-સાથે તેના સ્વભાવની પણ ઘણી પ્રશંસા કરવામાં આવે છે. કરીનાનો ડાઉન ટૂ અર્થ બિહેવિયર ફરી એક વખત ચર્ચામાં આવી ગયો છે. કરીનાનો એક વીડિયો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પ્રશંસકો વચ્ચે ફસાયેલી જોવા મળે છે.
2 ઓક્ટોબરના રોજ કરીના પોતાના નાના પુત્ર જેહ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. અભિનેત્રી પોતાના આગામી પ્રોજેક્ટ માટે લંડન જઈ રહી હતી. આ દરમિયાન પ્રશંસકોએ તેને ઘેરી લીધી અને સેલ્ફી લેવા લાગ્યા હતા. આ દરમિયાન પ્રશંસકો વચ્ચે ધક્કા-મુક્કી થવા લાગી હતી અને તેમાં કરીના વચ્ચે ફસાઇ હતી. જોકે કરીનાએ પોતાનો સ્વભાવ શાંત રાખ્યો હતો અને ચહેરા પર મુસ્કાન સાથે પ્રશંસકો સાથે સેલ્ફી ખેંચાવી હતી.
આ પણ વાંચો – કોઇ પાર્ટનરની ખાવાની તો કોઇ સુવાની આવી આદતથી પરેશાન છે એક્ટર્સ
આ વીડિયોમાં કરીના ઓલ વ્હાઇટ કપડામાં જોવા મળી રહી છે. કરીના એરપોર્ટના ગેટ તરફ જઈ રહી હતી ત્યારે ઘણા બધા પ્રશંસકો તેની આજુબાજુ જોવા મળ્યા હતા. આ દરમિયાન કરીના થોડો સમય માટે અનકંફર્ટેબલ થઇ હતી પણ તેણે સ્વભાવ શાંત રાખ્યો હતો.
આ વીડિયો વાયરલ થયા પછી પ્રશંસકો કરીનાની પ્રશંસા કરવા લાગ્યા હતા. એક પ્રશંસકે લખ્યું કે આ લોકો શું કરી રહ્યા છે, મને જોઈને અજીબ લાગી રહ્યુંછે. અન્ય યુઝરે લખ્યું કે જે રીતે કરીના મેમે તેમની સાથે વર્તુણક કરી તે પ્રશંસનિય છે.





