/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Avneet-Kaur-News-In-Gujarati.jpg)
વિરાટ કોહલીની એક લાઈકથી અવનીત કૌરનું જીવન રાતોરાત બદલાયું!
અવનીત કૌર (Avneet Kaur) ના એક બોલ્ડ ફોટાને જયારે વિરાટ કોહલી (Virat Kohli) ના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લાઇક મળ્યો, ત્યારે તેનો સ્ક્રીનશોટ થોડા કલાકોમાં વાયરલ થઈ ગયો. આનાથી ફેન પેજ પર ઉત્તેજના, મીમ્સ અને ભારે ટ્રાફિક જોવા મળ્યો. ટ્રેન્ડિંગ ટેગ #ViratLikedAvneet ને કારણે, તેમના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 30 મિલિયનથી વધીને 31.8 મિલિયન થયા, જે સેલિબ્રિટી કોલાબ્રેશનની ઓનલાઈન પહોંચ સાબિત કરે છે.
ડિજિટલ ફર્મ બઝક્રાફ્ટે જાહેર કર્યું કે તેમના પ્રાયોજિત પોસ્ટ રેટ રાતોરાત ₹ 2 લાખથી વધીને ₹ 2.6 લાખ થઈ ગયા છે. આ વૃદ્ધિ એક સફળ અને અસરકારક માર્કેટિંગ કેસ સ્ટડીનું પ્રતિનિધિત્વ કરે છે. ત્રણ દિવસમાં અવનીતને 12 બ્યુટી અને ફેશન બ્રાન્ડ્સ તરફથી સહયોગની ઓફર મળી છે. તેમની કિંમત પણ લાખોમાં છે. અવનીત કૌરની નેટવર્થ હવે 5 કરોડને પાર કરી ગઈ છે.
વિરાટ કોહલીએ શું કહ્યું?
ચાહકોએ X (અગાઉ ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ પર મીમ્સ, એડિટ અને અનુષ્કા શર્માને ટેગ કરવાનું શરૂ કર્યું અને ચેનલ પર આવી કમેન્ટનો છલકાવટ શરૂ થયો. આ કારણે, આ મુદ્દો દરેકની ચર્ચાનો વિષય બન્યો છે. કોહલીએ ઇન્સ્ટાગ્રામના ઓટો-લાઇક અલ્ગોરિધમને દોષ આપ્યો પરંતુ ચર્ચા વધુ તીવ્ર બની છે. આ ચર્ચાથી અવનીતને ઘણો ફાયદો થયો છે. “વિરાટ કોહલી અવનીત કૌર ઈન્સ્ટાગ્રામ લાઈક” અને “અવનીત કૌર નેટ વર્થ 2025” જેવી સર્ચ ગૂગલ પર ટ્રેન્ડ કરી રહી છે. આનાથી તેમની કન્ટેન્ટ સરચિંગમાં આવે અને સરચિંગ રિલઝ્લ્ટમાં દેખાય તેવી શક્યતા વધી ગઈ છે.
આ પણ વાંચો: વિરાટ કોહલીના એક લાઇકથી હડકંપ, અવનીત કૌરના 20 લાખ ફોલોવર્સ વધ્યા, નેટ વર્થમાં પણ વધારો
અવનીત કૌરે વર્ક ફ્રન્ટ (Avneet Kaur Work Front)
અવનીત કૌરે ((Avneet Kaur) કંગના રનૌતની ફિલ્મ ટીકુ વેડ્સ શેરુથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અવનીત નવાઝુદ્દીન સિદ્દીકી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. આ ફિલ્મમાં નવાઝ સાથેનો તેનો કિસિંગ સીન હેડલાઇન્સમાં રહ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us