Virat Kohli Birthday : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું જ્યારે બ્રેકઅપ થયું, આ બોલીવુડ અભિનેતા એ પેચઅપ કરાવ્યું

Virat Kohli Anushka Sharma Love Story : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વર્ષ 2017 માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. અનુષ્કા અને વિરાટને બે સંતાન છે - પુત્રી વામિકા અને પુત્ર અકાયા.

Written by Ajay Saroya
November 05, 2025 11:53 IST
Virat Kohli Birthday : વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું જ્યારે બ્રેકઅપ થયું, આ બોલીવુડ અભિનેતા એ પેચઅપ કરાવ્યું
Virat Kohli Birthday : ક્રિકેટર વિરાટ કોહલી 37 વર્ષનો થયો છે, તેણે બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે. (Photo: @virat.kohli)

Virat Kohli Birthday : વિરાટ કોહલીનો આજે જન્મદિવસ છે. કિંગ કોહલી તરીકે પ્રખ્યાત ભારતીય ક્રિકેટ ટીમનો ક્રિકેટર વિરાટ કોહલી આજે 37મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યો છે. વિરાટ કોહલી ક્રિકેટની સાથે સાથે પર્સનલ લાઇફને લઇ પણ ચર્ચામાં રહે છે. વિરાટ કોહલીની લવ સ્ટોરી પણ ક્રિકેટ મેચની જેમ રસપ્રદ છે. વિરાટ કોહલીએ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા છે અને તેમને 2 સંતાન છે. ઘણા ઓછા લોકો જાણ છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંનેનું બ્રેકએપ થયું હતું. ચાલો જાણીયે પછી કોણ અને કેવી રીતે વિરાટ અને અનુષ્કાનું પેચઅપ કરાવ્યું.

વિરાટ કોહલી 37મો બર્થ ડે

આજે જાણીતા ક્રિકેટર વિરાટ કોહલીનો જન્મદિવસ છે. વિરાટ કોહલી 37 વર્ષનો થઈ ગયો છે. કિંગ કોહલીનો જન્મ 5 નવેમ્બર, 1988ના રોજ દિલ્હીમાં થયો હતો. વિરાટ અને અનુષ્કાની જોડી ચાહકોની ફેવરિટ છે, અનુષ્કાએ દરેક મુશ્કેલ સમયમાં વિરાટને સપોર્ટ કર્યો છે. તેમને વામિકા નામની પુત્રી અને અકાયા નામનો પુત્ર છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંને વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઇ હતી અને લગ્ન પહેલા જ તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

વિરાટ અને અનુષ્કાએ વર્ષ 2017 માં ઇટાલીમાં લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ પહેલા, બંને એક શેમ્પૂ ની જાહેરાતમાં સાથે દેખાયા હતા, અહીંથી જ તેમની મિત્રતાની શરૂઆત થઈ હતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. તે બંને ઘણીવાર સાથે જોવા મળતા હતા અને હેડલાઇન્સમાં આવ્યા હતા. ઘણી વખત અનુષ્કા ક્રિકેટના મેદાન પર કોહલીને સપોર્ટ કરતી જોવા મળી હતી.

પરંતુ વચ્ચે બંનેનું બ્રેકઅપ થયું હતું, આ સંબંધ નારાજગીના કારણે તૂટી ગયો હતો. આજ સુધી બંનેના નારાજગીના કારણ જાહેર થયું ન હતું, પરંતુ તે સમયે એવું લાગતું હતું કે અહીં જ બંનેના સંબંધ સમાપ્ત થઈ જશે. પરંતુ થોડા મહિના પછી, બંનેએ પેચઅપ કર્યું હતું.

અગાઉ એવું જાણવા મળ્યું હતું કે અનુષ્કાના ભાઈ કર્ણેશ શર્માએ વિરાટ-અનુષ્કાને એક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આજ તકે સૂત્રોને ટાંકીને પ્રકાશિત કર્યું છે કે અનુષ્કા-વિરાટના પેચઅપમાં સલમાન ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. તે સમયે અનુષ્કા સલમાન સાથે સુલતાન ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, અને સલમાન તેને સમજાવતો રહ્યો હતો કે જો પ્રેમ સાચો છે, તો તેને ગુમાવીશ નહીં.

હવે બંનેએ લગ્નના 8 વર્ષ પૂરા કર્યા છે અને બંને દરેક મુશ્કેલ સમયમાં એકબીજાની સાથે ઉભા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ