Virat Kohli Indias Highest Paid Instagram Celebrity : વિરાટ કોહલીએ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં પોતાની 50મી સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવ્યો છે. પૂર્વ ભારતીય કેપ્ટન પણ દેશમાં ઇન્સ્ટાગ્રામ પરથી સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટી છે. વિરાટને ઈન્સ્ટાગ્રામ પર 256 મિલિયનથી વધુ યુઝર્સ ફોલો કરે છે. કોહલી સિવાય દેશમાં બીજી ઘણી એવી હસ્તીઓ છે જેઓ ઈન્સ્ટાગ્રામથી તગડી કમાણી કરે છે. અભિનેત્રીઓ કેટરીના કૈફ, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણના પણ ઈન્સ્ટા પર લાખો ફોલોઅર્સ છે. અમે તમને એવી સેલિબ્રિટી વિશે જણાવી રહ્યા છીએ જેઓ અગાઉ ફેસબુક તરીકે ઓળખાતી મેટાની માલિકીના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે.
વિરાટ કોહલી (Virat Kohli Instagram Fee)
વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 258 મિલિયન ફોલોઅર્સ છે. રિપોર્ટ્સ અનુસાર, કોહલી ઇનસ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 14 કરોડ રૂપિયા ચાર્જ લે છે.
કેટરીના કેફ (Katrina Kaif Instagram Fee)
બોલીવુડ અભિનેત્રી કેટરિના કૈફને ઈન્સ્ટાગ્રામ પર 76 મિલિયન યુઝર્સ ફોલો કરે છે. કેટરીના ઇન્સ્ટા પર એક પોસ્ટ માટે 1 કરોડ રૂપિયા ચાર્જ વસૂલે છે.
આલિયા ભટ્ટ (Alia Bhatt Instagram Fee)
આલિયા ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પર 79.4 મિલિયન ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આલિયા એક ઇન્સ્ટા પોસ્ટ માટે 1.5 થી 2 કરોડ રૂપિયા ચાર્જ વસૂલે છે.
અક્ષય કુમાર(Akshay Kumar Instagram Fee)
બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમારને ઈન્સ્ટાગ્રામ પર 65.8 મિલિયન યુઝર્સ ફોલો કરે છે. રિપોર્ટ્સ અનુસાર, અક્ષય એક પોસ્ટ માટે 2-3 કરોડ રૂપિયા લે છે.
દીપિકા પાદુકોણ (Deepika Padukone Instagram Fee)
દીપિકા પાદુકોણને ઈન્સ્ટાગ્રામ પર 75.7 મિલિયન યુઝર્સ ફોલો કરે છે. રિપોર્ટ્સ અનુસાર, દીપિકા ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 2 કરોડ રૂપિયા લે છે.
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra Instagram Fee)
પ્રિયંકા ચોપરા એક ગ્લોબલ સ્ટાર છે અને તેને Instagram પર 89.2 મિલિયન લોકો ફોલો કરે છે. રિપોર્ટ્સ અનુસાર, ‘દેશી ગર્લ’ પ્રિયંકા ઇન્સ્ટા પર પોસ્ટ કરવા માટે 2 કરોડ રૂપિયા વસૂલે છે.





