Vishal Dadlani Birthday : બોલિવૂડના પ્રખ્યાત સિંગરમાંથી એક વિશાલ દદલાણીનો આજે 50મો જન્મદિવસ છે. તેમણે તેની કારકિર્દી અંતર્ગત ઘણા ગીતોને પોતાનો જાદુઇ અવાજ આપ્યો છે. સાથે જ તેઓએ ઘણા ગીતો કમ્પોઝ પણ કર્યા છે. આ સિવાય વિશાલ દદલાણી અભિનેતા અને સંગીતકાર પણ છે. વિશાલ-શેખરની જોડી તરીકે બોલિવૂડમાં સિંગર સૌથી વધુ મશહૂર છે. વિશાલ દદલાણીના જન્મદિવસ પર આપણે તેના ટોપ ગીતો પર નજર કરીએ.
વિશાલ દદલાણીએ ભારતના પ્રથમ સ્વતંત્ર બેન્ડ પેન્ટાગોન સાથે સંગીત સફરની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં તેને ફિલ્મ ‘પ્યાર મેં કભી કભીના ગીત મુસુ મુસુ હસી’થી ઓળખ મળી હતી. આ પછી ઝંકાર બીટ્સે તેમને બોલિવૂડમાં રાતોરાત ખ્યાતિ અપાવી હતી. વિશાલ દદલાણીને ‘તુ આશિકી હૈ’ ગીત માટે ફિલ્મફેર ન્યૂ મ્યુઝિક ટેલેન્ટ આરડી બર્મન એવોર્ડ આપવામાં આવ્યો હતો.
છોકરા જવાન
વર્ષ 2012માં રિલીઝ થયેલી અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાની ફિલ્મ ‘ઈશ્કઝાદે’નું ટાઇટલ ગીત. વિશાલે પોતાના અવાજથી એક અલગ આઇટમ સોન્ગથી ધૂમ મચાવી દીધો હતો. છોકરા જવાન વિશાલ દદલાનીએ સુનિધિ ચૌહાણ સાથે ગાયું હતું.
બલમ પિચકારી ગીત
ફિલ્મ યે જવાની હૈ દીવાનીનું ગીત ‘બલમ પિચકારી’ હોળીના અવસર પર ચારેતરફ ગુંજતું હોય છે. આ ગીત પ્રિતમે કમ્પોઝ કર્યું હતું. તેમજ વિશાલે શાલ્મલી ખોલગડે સાથે ગાયું હતું.
શીલા કી જવાની ગીત
તીસ માર ખાન ફિલ્મનું ગીત શીલા કી જવાની આજે પણ લોકોની પહેલી પસંદ છે. આ ગીત વિશાલ દદલાણીએ સુનિધિ ચૌહાણ સાથે ગાયું હતું.
તુ મેરી ગીત
હ્રિતિક રોશન અને કેટરીના કૈફની ફિલ્મ બેંગ બેંગ વર્ષ 2014માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મનું ગીત ‘તુ મેરી’ વિશાલ-શેખરની લોકપ્રિય જોડીએ કમ્પોઝ કર્યું હતું.
તુને મારી એન્ટ્રી ગીત
ગુંડે ફિલ્મનું ગીત ‘તુને મારી એન્ટ્રી’ની દેશી સ્ટાઈલ લોકોને ખુબ પસંદ આવી હતી. આ ગીતમાં કેકે અને નીતિ મોહન સાથે વિશાલ દદલાણીએ દેશી તડકો લગાવ્યો છે.
સેલ્ફી લે લે રે ગીત
ફિલ્મ બજરંગી ભાઈજાનનું ગીત ‘સેલ્ફી લે લે રે’ તે સમયે ખૂબ જ ફેમસ થયું હતું. વિશાલે આ ગીતને રોકિંગ બનાવવામાં કોઈ કસર છોડી નથી.
જીદ્દી દિલ ગીત
બોક્સર મેરી કોમ પર આધારિત ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મના ગીત જીદ્દી દિલમાં વિશાલ દદલાનીએ પોતાનો અવાજ આપ્યો છે.
ગુલાબો ગીત
શાહિદ કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ શાનદારનું ગુલાબો ગીત વિશાલ દદલાની અને અનુષા મણીએ તેમના સુંદર અવાજમાં ગાયું છે.
ઝુમે જો પઠાણ ગીત
વિશાલ દદલાણીનું હાલનું સુપરહિટ ગીત જે શાહરૂખ ખાનની તાજેતરમાં રિલીઝ થયેલી બ્લોકબસ્ટ ફિલ્મ પઠાણનું છે આ ગીતનું નામ ઝુમે જો પઠાણ છે. આ ગીતનો ચસકો તો બધાના માથે ચડીને બોલ્યો હતો.
અહીંયા રસપ્રદ વાત એ છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આટલા સુપરહિટ ગીત આપનાર વિશાલ દદલાણીના અવાજમાં ઘુમ્રપાન કરવાથી ફરક જોવા મળ્યો હતો. વિશાલ દદલાણીએ તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે તે એક દિવસમાં 40થી વધુ સિગારેટ પીતો હતો. જેના કારણે તેનો અવાજ સંપૂર્ણપણે બગડી ગયો હતો. આ સિલસિલો 9 વર્ષ સુધી ચાલ્યો. લાંબા સમય સુધી પ્રયાસ કર્યા બાદ તેને સિગારેટ છોડવામાં સફળતા મળી.