‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીને અમદાવાદમાં યોજાયેલા GIFA 2023 એવોર્ડ કાર્યક્રમમાં ‘GIFA ગોલ્ડન એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ કાશ્મીર ઘાટીમાંથી કાશ્મીર પંડિતોના પાલયન પર બનેલી ફિલ્મ છે, જે અંગે ઘણો વિવાદ પણ થયો છે.
નોંધનીય છે કે, ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સ (GIFA) એ ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી મહત્વપૂર્ણ પુરસ્કાર માનવામાં આવે છે. GIFA2023 એવોર્ડનો કાર્યક્રમ તાજેતરમાં ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો.
વિવેદ અગ્નિહોત્રીએ આ અંગેની માહિતી તેમના સોશિયલ મીડિયા પર શેર કરતા લખ્યું કે, “#GIFA2023 અને ગુજરાતના અદ્ભુત લોકોનો મને ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવા બદલ આભાર. આ પ્રસંગે, હું સ્વ. સંજીવ કુમાર જીને યાદ કરું છું – ગુજરાતની ધરતીના દિગ્ગજ કલાકારો પૈકીના એક. ગુજરાતી સિનેમા કહામી -કન્ટેન્ટથી સમૃદ્ધ છે અને ભારતની સાચી ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે.”
નોંધનીય છે કે, તાજેતરમાં જ વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ ઝી સિને એવોર્ડ્સ 2023માં ‘બેસ્ટ ફિલ્મ’, ‘બેસ્ટ સ્ક્રીનપ્લે’ ‘બેસ્ટ એક્ટર’ અને ‘બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલ’ના એવોર્ડ જીત્યો હતો.
હવે વિવેક રંજન અગ્નિહોત્રી તેમની આગામી ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ની રિલીઝ માટે તૈયારી કરી રહ્યા છે જે 15 ઓગસ્ટ, 2023ના રોજ 11 ભાષાઓમાં રિલીઝ થશે, જે તેમની અત્યાર સુધીની સૌથી વધુ આશાસ્પદ ફિલ્મો પૈકીની એક માનવામાં આવે છે.