Waheeda Rehman : ગાઇડ, પ્યાસા, કાગઝ કે ફૂલ અને ખામોશી જેવી અઢળક આઇકોનિક ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરનારી બોલિવૂડની દિગ્ગજ ફિલ્મ વહીદા રહમાન સંબંઘિત મોટા સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસ વહીદા રહમાનને હિંદી સિનેમામાં અમૂલ્ય યોગદાન બદલ ભારતીય સિનેમાનો સૌથી મોટો એવાર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરીને સન્માનિત કરાશે.
સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ જાહેરાત કરી હતી. અનુરાગ ઠાકુરે પોતાના ટ્વીટમાં લખ્યું કે, ‘મને આ ઘોષણા કરતા ખુબ ખુશી થઇ રહી છે અને સ્મ્માન મહેસુસ કરી રહ્યો છું કે, વહીદા રહમાનજી ને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને પગલે આ વર્ષે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાશે.’
વધુમાં અનુરાગ ઠાકુરે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ‘પાંચ દાયકાની તેની લાંબી સફરમાં વહીદા રહેમાનએ પોતાના પાત્રોને ખુબ જ ખુબસુરતી સાથે નિભાવ્યા હતા. જેને પગલે તેઓને ફિલ્મ રેશમા અને શેરામાં એક પુત્રવધુનું પાત્ર નિભાવવા માટે નેશનલ એવોર્ડ એનાયત કરાશે. પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારથી સ્નમાનિત વહીદાજી એક ભારતીય નારીના સમર્પણ, પ્રતિબદ્ધતા અને શક્તિનું દ્રષ્ટાંત છે, જે આકરી મહેનત પછી પ્રોફેશનલ એક્સીલેંસના ઉચ્ચતમ સ્તરને હાંસિલ કરી શકી છે.’
ઉલ્લેખનીય છે કે, વહીદા રહેમાનએ તેલુગુ ફિલ્મોથી અભિયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ત્યારે તે ફિલ્મોમાં વધુ આઇટમ નંબર કરતી હતી. એક દિવસ ગુરૂદત્તની નજર તેમના પર પડી અને તેમની કિસ્મત ચમકી ગઇ. ગુરૂદત્તે વહીદા રહેમાનને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવાની સુવર્ણ તક આપી હતી. વહીદા રહેમાનએ દેવાનંદ સાથે CIDમાં ડેબ્યુ કર્યું હતું. આ પછી એક્ટ્રેસે ગાઇડ, પ્યાસા, કાગઝ કે ફૂલ, નીલ કમલ, રંગ દે બસંતી સહિત રામ ઔર શ્યામ જેવી સુપરહિટ ફિલ્મો કરી.





