War 2 Box Office Collection | વોર 2 (War 2) અયાન મુખર્જીની મુવી છે, જેમાં મુખ્ય ભૂમિકામાં ઋતિક રોશન અને જુનિયર એનટીઆર છે. પહેલા દિવસે બોક્સ ઓફિસ પર નબળી શરૂઆત બાદ બીજા દિવસે બોક્સ ઓફિસ કલેકશનમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. સ્વતંત્રતા દિવસની રજાનો લાભ લઈને, ફિલ્મના કલેક્શનમાં વધારો જોવા મળ્યો હતો.
વોર 2 એ ઇન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્ક અનુસાર બીજા દિવસે બધી ભાષાઓમાં આશરે ₹ 56.5 કરોડ (ભારતીય નેટ) ની કમાણી કરી છે, જે તેના શરૂઆતના દિવસના ₹ 51.5 કરોડના આંકડાથી લગભગ 10% વૃદ્ધિ દર્શાવે છે. ફિલ્મે રિલીઝના માત્ર બે દિવસમાં ₹ 100 કરોડનો માઈલસ્ટોન પાર કરી લીધો છે.
વોર 2 બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 2 (War 2 Box Office Collection Day 2)
બીજા દિવસે વોર 2 ના હિન્દી વર્ઝનમાં કુલ ઓક્યુપન્સી રેટ 51.52% નોંધાયો હતો અને લગભગ 40 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. સવારના શોની શરૂઆત 27.16% ઓક્યુપન્સી સાથે થઈ હતી, જે બપોરે 58.71% સુધી વધીને સાંજે 63.86% પર પહોંચી હતી અને રાત્રિના શો દરમિયાન તેમાં થોડો ઘટાડો થયો હતો. પ્રાદેશિક પ્રદર્શનની દ્રષ્ટિએ, ચેન્નાઈએ 94.75% ઓક્યુપન્સી સાથે અન્ય તમામ શહેરોને પાછળ છોડી દીધા હતા.
હૈદરાબાદ 80% સાથે આગળ રહ્યું હતું, અને લખનૌએ 73.75% મજબૂત રેકોર્ડ નોંધાવ્યો હતો. તેલુગુ બજારોમાં, ફિલ્મમાં 68.99% ની નોંધપાત્ર એકંદર ઓક્યુપન્સી જોવા મળી હતી, જે જુનિયર NTR ના વિશાળ ચાહકો દ્વારા વધારવામાં આવી શકે છે. પરંતુ તેનું એકંદર યોગદાન પહેલા દિવસ કરતા ઓછું હતું. તમિલ સ્ક્રીનીંગે પણ સારું પ્રદર્શન કર્યું હતું અને કુલ ઓક્યુપન્સી 54.85% હતી, જે બંને હિન્દી બેલ્ટ કરતા નોંધપાત્ર રીતે વધારે હતી.
YRFના સ્પાય યુનિવર્સના છઠ્ઠા ભાગ, વોર 2 માં કિયારા અડવાણી, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ અભિનય કરે છે. નોંધનીય છે કે, તેના બે દિવસના કલેક્શને તેના પુરોગામી વોરને પાછળ છોડી દીધું છે, જેણે તે જ સમયગાળામાં ₹ 77.77 કરોડની કમાણી કરી હતી.
વોર 2 એ સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનીત છેલ્લી સ્પાય યુનિવર્સ એક્શન ફિલ્મ ટાઇગર 3 (₹ 103.75 કરોડ) ના બે દિવસના કલેક્શનને પણ પાછળ છોડી દીધું છે. જોકે, આ ફિલ્મ હજુ પણ જુનિયર NTR ની છેલ્લી મુવી દેવરા પાર્ટ વન થી પાછળ છે, જેણે બીજા દિવસે 120.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
વોર 2 મુવી 325 કરોડ રૂપિયાના જંગી બજેટમાં બનેલી આ ફિલ્મ છે, જે રજનીકાંતની લોકેશ કનાગરાજ દિગ્દર્શિત ફિલ્મ કુલી સાથે સીધી ટક્કર આપી રહી છે . કૂલીએ પહેલા દિવસે 65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે વોર 2 બીજા દિવસે 56.5 કરોડ રૂપિયાની કમાણી સાથે આગળ રહી હતી, કારણ કે કુલીએ નોંધપાત્ર ઘટાડો જોયો હતો અને ફક્ત 53.5 કરોડ રૂપિયા જ કમાયા હતા.
મજબૂત શરૂઆત છતાં, બંને ફિલ્મોને વિવેચકો અને દર્શકો તરફથી મોટાભાગે નકારાત્મક રીવ્યુ મળ્યા છે, જેમાં ટીકા જટિલ સ્ટોરી અને નબળા સેટ પર કેન્દ્રિત છે.