War 2 Hrithik Roshan and Junior Ntr Look Leak : બોલિવૂડ એક્ટર હ્રિતિક રોશન અને સાઉથ સુપરસ્ટાર જૂનિયર એનટીઆરની જોડી સિનેમાઘરોમાં ધૂમ મચાવશે. હ્રિતિક રોશન અને જૂનિયર એનટીઆર અપકમિંગ મુવી ‘વોર 2’ને લઇને ચર્ચામાં છે. બંને વચ્ચે ફિલ્મ ‘વોર 2’માં જોરદાર સ્પર્ધા જોવા મળશે. વોર 2 શૂટિંગ પણ શરૂ થઇ ગયું છે. ત્યારે હવે વોર 2માંથી હ્રિતિક રોશન અને જૂનિયર એનટીઆરનો લૂક લીક થઇ ગયો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, વોર 2 મુવીમાં હ્રિતિક રોશન હીરો અને જૂનિયર એનટીઆર વિલનની ભૂમિકામાં નજર આવશે. વોર 2માં જબરદસ્ત એક્શન પણ જોવા મળશે. આ સમાચાર મળતા જ ફેન્સ ભારે ઉત્સુક છે. વોર 2માં હ્રિતિક રોશન, જૂનિયર એનટીઆર સાથે અભિનેત્રી કિયારા અડવાણી પણ ધમાલ મચાવશે.
વોર 2ના શૂટિંગ સેટ પરથી હ્રિતિક રોશન અને જૂનિયર એનટીઆરના લીક સીનની વાત કરીએ તો એનટીઆર બ્લેક કાર્ગો અને ટી-શર્ટમાં જોવા મળ્યો હતો જ્યારે હ્રિતિક રોશન કંઇક પી રહ્યો હોય છે.
આ પણ વાંચો : Ram Navmi 2024 : આ સ્ટાર્સ છે ભગવાન શ્રીરામના પરમ ભક્ત
વોર 2 મુવીની રિલીઝ ડેટ વિશે વાત કરીએ તો ફિલ્મ સ્વતંત્રતા દિવસ પર 2025માં રિલીઝ થશે તેવા સમાચાર છે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનનારી ફિલ્મ વોર 2 અયાન મુખર્જી ડાયરેક્ટર કરી રહ્યા છે.





