War 2 Pre Release Event | વોર 2 રિલીઝ પહેલા હૈદરાબાદમાં ભવ્ય ઇવેન્ટનું થયું આયોજન, જુનિયર એનટીઆર બોલીવુડમાં કામ કરવાનો અનુભવ શેર કર્યો

વોર 2 પ્રી રિલીઝ ઇવેન્ટ | વોર 2 ડાયરેક્ટર તેમણે ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર સાથે સ્ટેજ પર પોઝ પણ આપ્યો હતો. જુનિયર એનટીઆરએ યશ રાજ ફિલ્મ્સ અને નિર્માતા આદિત્ય ચોપરાનો આભાર માન્યો હતો

વોર 2 પ્રી રિલીઝ ઇવેન્ટ | વોર 2 ડાયરેક્ટર તેમણે ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર સાથે સ્ટેજ પર પોઝ પણ આપ્યો હતો. જુનિયર એનટીઆરએ યશ રાજ ફિલ્મ્સ અને નિર્માતા આદિત્ય ચોપરાનો આભાર માન્યો હતો

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
વોર 2 પ્રી રિલીઝ ઇવેન્ટ | જુનિયર એનટીઆર | હૃતિક રોશનની મૂવી

War 2 pre release event

War 2 | વોર 2 (War 2) મુવીમાં હૃતિક રોશન (Hrithik Roshan) અને જુનિયર એનટીઆર (Junior NTR) એકબીજા સાથે પરદા પર જોવા મળશે. આ જુનિયર એનટીઆરની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ છે. હવે જ્યારે ફિલ્મની રિલીઝ ડેટ ખૂબ નજીક આવી ગઈ છે, ત્યારે નિર્માતાઓએ તેનું મોટા પાયે પ્રમોશન શરૂ કરી દીધું છે. આ તાજતેરમાં રવિવારે હૈદરાબાદમાં એક વોર 2 ની ગ્રાન્ડ પ્રિ રિલીઝ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

વોર 2 પ્રિ રિલીઝ ઇવેન્ટ (War 2 Pre Release Event)

વોર 2 ની પ્રિ રિલીઝ ઇવેન્ટમાં હૃતિક રોશન અને જુનિયર એનટીઆર એક જ સ્ટેજ પર જોવા મળ્યા હતા. ફિલ્મના દિગ્દર્શક અયાન મુખર્જી પણ તેની સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ 14 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ યશ રાજ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સ ફિલ્મ છે.

વોર 2 ડાયરેક્ટર તેમણે ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર સાથે સ્ટેજ પર પોઝ પણ આપ્યો હતો. જુનિયર એનટીઆરએ યશ રાજ ફિલ્મ્સ અને નિર્માતા આદિત્ય ચોપરાનો આભાર માન્યો હતો. આ ઉપરાંત તેણે અયાન મુખર્જીનો પણ આભાર માન્યો હતો.

https://www.instagram.com/p/DNLhf2JIunz

જુનિયર એનટીઆરએ કહ્યું, 'હું આદિત્ય ચોપરા સરનો આભાર માનું છું કે તેમણે મને આ ફિલ્મ કરવાનો આત્મવિશ્વાસ આપ્યો. હું ડિરેક્ટર અયાન મુખર્જીનો પણ આભારી છું. આ દેશમાં 'વોર 2' બનાવવા માટે અયાન મુખર્જી સિવાય બીજો કોઈ ડિરેક્ટર ન હોત! અયાન મુખર્જી એકમાત્ર પસંદગી હતા અને તેમને 'વોર 2'ના દિગ્દર્શન માટે યાદ કરવામાં આવશે, જે આપણા સમયની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. તેમણે આ ફિલ્મને શાનદાર બનાવવા માટે ઘણી બધી રાતો ઊંઘમાંથી કાઢી છે. 2025 માં, આ દેશમાં બીજો એક બ્લોકબસ્ટર ડિરેક્ટર ઉભરી આવશે અને તેનું નામ અયાન મુખર્જી હશે.'

Advertisment

એવું તે શું થયું હતું કે, સલમાન ખાને હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મનું શૂટિંગ રોકાવી દીધું હતું!

જુનિયર એનટીઆરે ફિલ્મમાં ઋતિક રોશન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ પણ શેર કર્યો. તેમણે યાદ કર્યું કે શૂટિંગના પહેલા દિવસે ઋતિક રોશને તેમનું ખુલ્લા હાથે અને ગળે લગાવીને સ્વાગત કર્યું હતું. જુનિયર એનટીઆરે આ માટે ઋતિકનો આભાર માન્યો હતો. જુનિયર એનટીઆરે ઋતિકના અભિનયની સાથે સાથે તેની ડાન્સ સ્કિલની પણ પ્રશંસા કરી હતી.

જુનિયર એનટીઆરે ઋતિકને કહ્યું, 'પહેલા દિવસે ખુલ્લા દિલે સ્વાગત કરવા અને સુંદર રીતે ગળે લગાવવા બદલ ખૂબ ખૂબ આભાર. હું તે ક્ષણો ક્યારેય ભૂલીશ નહીં'.

ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ