/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Untitled-design-2023-11-30T111751.957.jpg)
War 2 Release Date : હૃતિક રોશન અને જુનિયર એનટીઆરની જોડી 2025માં મચાવશે ધૂમ, વોર 2ની રિલીઝ ડેટ જાહેર
War 2 Release Date : હ્રિતિક રોશન (Hrithik Roshan) ની 'વોર 2'ની જાહેરાત થઇ ગઇ છે. રસપ્રદ વાત એ છે કે 'વોર 2'થી સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર (Junior Ntr) બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. અયાન મુખર્જીની 'વોર 2'માં હ્રિતિક રોશન, જુનિયર એનટીઆર સિવાય કિયારા અડવાણી (Kiara Advani) પણ જોવા મળશે. ત્યારે 'વોર 2'ની રિલીઝ ડેટ સામે આવતાં ફેન્સ ખુશ થયા છે. બીજી બાજુ અમુક લોકો નાખુશ છે. જાણો કેમ?
સલમાન ખાન અને શાહરૂખ ખાનના ફેન્સ કેમ નિરાશ?
હકીકતમાં હ્રિતિક રોશનની વોર, સલમાન ખાનની ટાઇગર અને શાહરૂખ ખાનની પઠાણ વચ્ચે ખાસ કનેક્શન છે. ફેન્સમાં સલમાન ખાનની 'ટાઇગર 3' અને શાહરૂખ ખાનની 'પઠાણ' જોયા પછી ટાઇગર VS પઠાણ જોવા માટે ઉત્સાહિત હતા. પરંતુ 'વોર 2'ની રિલીઝ ડેટની ઘોષણા થતાં સલમાન-શાહરૂખ ખાનના ફેન્સ નિરાશ થઇ ગયા છે.
વોર 2 રિલીઝ ડેટ (War 2 Relase Date)
ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, યશરાજ ફિલ્મ્સની 'વોર 2' 14 ઓગસ્ટ 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ પછી અમુક યૂઝર્સે નિરાશા વ્યક્ત કરી હતી. એક યૂઝરે લખ્યું કે, અરે યાર! એનો અર્થ એ કે સલમાન ખાન અને શાહરૂખ ખાનની ટાઇગર VS પઠાણ વર્ષ 2025માં રિલીઝ થશે નહીં.
'વોર 2'માં એનટીઆર પહેલા ક્યારેય ન જોયો હોય એવા અવતારમાં
'વોર 2'માં એનટીઆર પહેલા ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળશે જ્યારે હૃતિક મેજર કબીરની ભૂમિકામાં પરત ફરશે. ચર્ચા છે કે આ ફિલ્મમાં રિતિક અને એનટીઆર વચ્ચે જોરદાર લડાઈ થવાની છે. આ એક મોટી એક્શન એડવેન્ચર ફિલ્મ હશે. ‘વોર 2’ યશ રાજ ફિલ્મ્સની જાસૂસ યૂનિવર્સની છઠ્ઠી ફિલ્મ છે. અત્યાર સુધી આ યૂનિવર્સમાં ‘ટાઈગર ઝિંદા હૈ’, ‘ટાઈગર 3’, ‘એક થા ટાઈગર’, ‘વોર’ અને ‘પઠાણ’ રિલીઝ થઈ ચૂકી છે.
હ્રિતિક રોશન વોર સિવાય ફાઇટરમાં જોવા મળશે. આ ફિલ્મમાં હ્રિતિક રોશન સિવાય દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન જોવા મળશે. ફાઇટરનું ડાયરેક્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ ફિલ્મનું બજેટ લગભગ 250 કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, વોર 2 દેશની પહેલી એરિયલ એક્શન ફિલ્મ હશે. ફાઇટર ગાંધી જયંતિના અવસર પર 28 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય હ્રિતિક રોશન ક્રિષ 4માં પણ નજર આવશે. આ ફિલ્મ એક્ટરના પિતા રાજેશ રોશન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મું બજેટ 250 કરોડ રૂપિયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us