scorecardresearch

‘તાજનું ટ્રેલર રિલીઝ! નસીરુદ્દીન શાહની અકબર અને અદિતિ રાવ હૈદરી અનારકલીના રૂપમાં દમદાર એન્ટ્રી

Taj Divided By Blood Trailer Release : તાજ : ડિવાઈડ બાય બ્લડ વેબ સીરિઝનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સીરિઝ 3 માર્ચે રિલીઝ થશે.

taj web series
તાજ વેબ સીરિઝનું ટ્રેલર રિલીઝ કરી દેેવામાં આવ્યું છે

મોસ્ટ અવેટેડ વેબ સિરીઝ તાજ : ડિવાઈડ બાય બ્લડનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં મુઘલ સામ્રાજ્યના બાદશાહ અકબરનો યુગ બતાવવામાં આવશે. અકબર પછી ગાદી કોને સોંપવી જોઈએ અને તેનો હકદાર કોણ છે? આ સિરીઝ આ સવાલોની આસપાસ ફરતી જોવા મળશે.

View this post on Instagram

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

આ સિરીઝમાં નસીરુદ્દીન શાહ મુઘલ બાદશાહ અકબરની ભૂમિકા નિભાવે છે, જ્યારે આશિમ ગુલાટી તેના પુત્ર સલીમની ભૂમિકામાં છે. અનારકલીના રોલમાં અદિતિ રાવ હૈદરીની પસંદગી કરવામાં આવી છે. ટ્રેલરમાં એક્શન, ઈમોશન, રોમાન્સ અને તાજ માટે ભાઈઓની લડાઈ બતાવવામાં આવી છે. સિરીઝમાં ધર્મેન્દ્રનો રોલ નાનો છે પરંતુ તેના લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ટ્રેલરની શરૂઆતમાં બાદશાહ અકબર કહે છે, “યે તખ્ત, યે મુગલિયા સલ્તનત, યે મુલ્ક હમને અપને ખૂન સે સીંચા… ક્યાં સબસે પહેલે પૈદા હોના હી કિસી ઈન્સાન કો તાજ પહનને કા હકદાર બના દેતા હૈ? ઈસલિયે આઈંદા મુગલિયા તખ્ત કાબીલિયત દેખકર ચુના જાયેંગા અને ઈસકા ફેસલા હમ કરેંગે.” આ પછી તાજ માટે યુદ્ધ શરૂ થાય છે. સલીમને એક એવા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે જે કવિતા અને પ્રેમને પસંદ કરે છે, જેને તક્તો તાજ સાથે કોઈ લેવાદેવા નથી.

આ દરમિયાન એક ભાઈ સિંહાસન પર પોતાનો કબજો મેળવવા માંગે છે જ્યારે લોકો બીજા ભાઈને કહે છે કે, તે તેના માટે હકદાર છે. હવે તાજની લડાઈમાં ભાઈઓ કેવી રીતે એકબીજાના દુશ્મન બની જાય છે અને અકબર આ બધા સાથે કેવી રીતે વ્યવહાર કરે છે તે આ સિરીઝમાં બતાવવામાં આવશે. આ સિરીઝ 3 માર્ચના રોજ G5 પર સ્ટ્રીમ કરવામાં આવશે.

આ પણ વાંચો: શત્રુઘ્ન સિન્હાનો દાવો! ‘દીવાર’ અને ‘શોલે’ તેમના માટે લખાઈ હતી, પસ્તાવો થાય છે

આ સિરીઝનું નિર્માણ કોન્ટિલોઈ ડિજિટલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સિરીઝમાં તાહા શાહ પ્રિન્સ મુરાદ, શુભમ કુમાર મેહરા પ્રિન્સ દાનિયાલ, સંધ્યા મૃદુલ રાણી જોધા બાઈ, ઝરીના વહાબ રાની સલીમા તરીકે જોવા મળશે. આમાં રાહુલ બોસ પણ મહત્વના રોલમાં જોવા મળશે. ધર્મેન્દ્ર સૂફી સંત સલીમ ચિશ્તીના રોલમાં જોવા મળશે.

Web Title: Web series taj trailer review release date bollywood news

Best of Express