/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/new-bollywood-movies-.jpg)
Welcome 2023 : વર્ષ 2023માં હ્રિતિક રોશન, દીપિકા પાદુકોણ સહિત અક્ષય કુમાર આ ફિલ્મોમાં મચાવશે ઘૂમ
Welcome 2024 : વર્ષ 2023 બોલિવૂડ માટે ઘણું સફળ અને સારું સાબિત થયું છે. આ વર્ષે બોલિવૂડની ઘણી ફિલ્મોએ સારી કમાણી કરી હતી. આ વર્ષમાં કિંગ ખાને જે વાપસી કરી તે ઉગીને આંખે વળગે એવી છે. તેની ત્રણ ફિલ્મોએ સારી એવી કમાણી અને લોકપ્રિયતા મેળવી.
તો એનિમલ અને ગદર ફિલ્મની કમાણીએ પણ નિર્માતાઓને માલામાલ કરી દીધા. ઓછા બજેટમાં બનેલી 12TH ફેલ પણ 50 કરોડ કરતા વધારે કમાઈ ગઈ હતી. ત્યારે હવે આવનારા વર્ષમાં કેવી ફિલ્મો આવશે અને બોલિવૂડને કેટલી કમાણી કરાવશે તે ચર્ચાઓ થવા માંડી છે. જોકે આવતા વર્ષે શાહરૂખ ખાન, સલમાન ખાન કે આમિર ખાનની એક પણ ફિલ્મ રીલિઝ થવાની નથી. ત્યારે વર્ષ 2023માં ખાસ કઈ મેળવી ન શકેલા અક્ષય કુમાર, હ્રિતિક રોશન, ટાઈગર શ્રોફ અને અજય દેવગણની ફિલ્મો શિડ્યુઅલ થયેલી છે.
વર્ષ 2024માં પઠાણ અને વૉરના નિર્દેશક સિદ્ધાર્થ આનંદની 'ફાઈટર' છે, જે હ્રિતિક રોશન અને દીપીકા બંન્ને માટે મહત્વની છે. બંને 2023માં ખાસ કંઈ હાંસિલ કરી શક્યા નથી. દીપીકા પઠાણમાં હતી પણ ફાયદો શાહરૂખને થયો, ત્યારે આ ફિલ્મ હ્રિતિક માટે સંજીવની સાબિત થઈ શકે તેમ છે. જોકે તેના પહેલા એક સરપ્રાઈઝ ફિલ્મ છે. અંધાધૂંધ અને બદલાપુર જેવી ફિલ્મો આપી ચૂકેલા શ્રીરામ રાઘવનની આ ફિલ્મમાં વિજય સેતુપિત અને કેટરિના કૈફની નવી જ જોડી છે. આ ફિલ્મ થ્રિલર છે ત્યારે તે બોક્સ ઓફિસ પર સરપ્રાઈઝ આપે તેવી શકયતા પૂરી છે.
તો અબ્બાસ અલી ઝફરની 'બડે મિયાં છોટે મિયાં' પણ આ વખતે પડદા પર આવશે. ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારની આ ફિલ્મ છે. બન્નેને એક સારી હીટની જરૂર છે. વર્ષ 2023 અક્ષય માટે ઘણું અનલકી સાબિત થયું છે. આ પહેલા અક્ષયની સાઉથની ફિલ્મ સોરારઈ પોટરુ રીલિઝ થશે. 16 ફેબ્રુઆરીએ આ ફિલ્મ આવવાની છે. ફિલ્મી પંડિતોને આ ફિલ્મ પાસેથી બહુ અપેક્ષા છે. આ સિવાય કાર્તિક આર્યનની 'ચંદુ ચેમ્પિયન' આવશે જે કબીર ખાનની ફિલ્મ છે.
વર્ષ 2018માં સરપ્રાઈઝ હીટ સાબિત થનારી સ્ત્રીનો બીજો ભાગ આ વર્ષ ઑગસ્ટ મહિનામાં આવશે. ઓગસ્ટમાં બીજી એક બ્લોક બ્લસ્ટરનો ત્રીજો ભાગ આવશે. સિંઘમ-3. 24 ઑગસ્ટે રોહિત શેટ્ટીની આ ફિલ્મ સિનેમાઘરો પર ત્રાટકશે. તે બાદ બીજી સપ્ટેમ્બરે આલિયા ભટ્ટની જિગરા ફિલ્મ આવશે, જેની નિર્માત્રી પણ આલિયા છે. વર્ષના અંતમાં ફરી કાર્તિક આર્યનની ભૂલભૂલૈયા-3 આવશે. આ ફિલ્મ નવેમ્બરના રીલિઝ થશે. આ ફિલ્મની સ્ટોરી ખૂબ સારી હોવાનું કાર્તિક કહે છે. તો ડિસેમ્બરમાં વેલકમ-3 ઈન જંગલ આવશે. અક્ષય કુમાર અને પરેશ રાવલ સાથે ઘણા સ્ટાર્સ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us