/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Maa-kajol-talks-about-parenting-tips-.jpg)
Maa kajol | મા કાજોલ બાળકોને કોના જેવા બનવાની સલાહ આપે છે?
કાજોલ તેની અપકમિંગ મુવી મા ના પ્રમોશનમાં વ્યસ્તમાં આ દિવસોમાં વ્યસ્ત છે. આ ફિલ્મ એક માતાની અંદર રહેલી અપાર શક્તિ વિશે વાત કરે છે, જે તેના બાળકોને જોખમથી બચાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. ઇન્સ્ટન્ટ બોલિવૂડ સાથેની તાજેતરની વાતચીતમાં, કાજોલે તેની પેરેન્ટીંગ ટિપ્સ વિશે પણ વાત કરી હતી. તે તેના બાળકોને જીવન માટે કયા મહત્વપૂર્ણ પાઠ શીખવ્યા છે તે વિગતવાર સમજાવ્યું હતું.
કાજોલ માતા તનુજા પાસેથી શું શીખ્યા?
કાજલ એક ઇન્ટરવ્યુમાં કહે છે, 'મેં ઘણી બધી બાબતો શીખી છે, મારી માતા તનુજા પાસેથી પાઠ. મેં મારા બાળકોને પણ એ જ વાતો કહેવાનો પ્રયાસ કર્યો છે. સૌ પ્રથમ, મેં તેમને પોતાના વિશે વિચારવાનું શીખવ્યું છે. આ ઉપરાંત મેં તેમને પોતાના નિર્ણયો જાતે લેવાનું શીખવ્યું છે. મેં બાળકોને જે સૌથી મોટી વાત સમજાવી છે તે એ છે કે તેઓ જેવા છે તેવા જ છે, તેમને કોઈના જેવા બનવાની જરૂર નથી.'
કાજોલ અપકમિંગ મુવી (Kajol Upcoming Movie)
કાજોલની અપકમિંગ મુવી મા, એક હોરર, અલૌકિક ડ્રામા છે. કાજોલ તેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ અજય દેવગન ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવી છે. મા ફિલ્મના દિગ્દર્શક વિશાલ ફુરિયા છે. વિશાલ હોરર સ્ટાઇલની ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આ ફિલ્મની સ્ટોરી કાજોલનું પાત્ર તેની પુત્રીને દુષ્ટ શક્તિઓથી બચાવે છે. આ યાત્રામાં તેને મા કાલીનો આશીર્વાદ પણ મળે છે.
Sitaare Zameen Par | આમિર ખાનની સિતારે જમીન પર મુવી કોઈપણ કટ વિના સેન્સર બોર્ડમાંથી પસાર
મા ટ્રેલર (Maa Trailer)
મા મુવી રિલીઝ ડેટ (Maa Movie Release Date)
કાજોલ (Kajol) ની ફિલ્મ મા (Maa) 27 જૂન 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. હિન્દી ઉપરાંત આ ફિલ્મ તમિલ, તેલુગુ અને બંગાળી ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ ફિલ્મમાં રોનિત રોય, ઇન્દ્રનીલ સેનગુપ્તા જેવા કલાકારો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us