WhatsApp દ્વારા એક નવી સુવિધા, WhatsApp ચેનલ્સ શરૂ કરી છે. આ ચેનલ દ્વારા વેરિફાઇડ એકાઉન્ટ જેવા કે સેલેબ્રિટી, મોટી સંસ્થા આ ચેનલ તૈયાર કરે છે. જેમાં લોકો જોડાઈ શકે છે. વપરાશકર્તાઓ આ જૂથોને અનુસરી શકે છે અને ખાનગી અપડેટ્સ મેળવી શકે છે. જો કે, લોકો આ ચેનલોને જવાબ આપી શકતા નથી. પરંતુ, તમે ઇમોજી દ્વારા ચોક્કસપણે પ્રતિક્રિયા આપી શકે છે.
WhatsApp એ ચેનલ એડમિન માટે એક-માર્ગી પ્રસારણ સાધન છે. આની મદદથી એડમિનિસ્ટ્રેટર્સ ટેક્સ્ટ, ફોટો, વીડિયો, સ્ટીકર્સ અને પોલ મોકલી શકાય છે. ભારતમાં પણ ચેનલોના અપડેટ્સ ઉપલબ્ધ થવા લાગ્યા છે. WhatsAppમાં નવા ટેબ અપડેટ્સ પર ચેનલો જોઈ શકાશે. જોકે અહીં આ WhatsApp ચેનલમાં જેના વધુ ફોલોવર્સ તે ચેનલની રેસમાં આગળ ગણાય છે.
સૌપ્રથમ Netflixની વાત કરીએ તો તેના 13M ફોલોવેર્સ છે. ત્યાર બાદ બીજા નંબર પર Real Madrid C.F જેના 12M ફોલોવેર્સ છે. ત્રીજા નંબર પર BAD Bunny જેના 9.5 ફોલોવેર્સ છે. આ બાદ ચોથા નંબર પર પહેલી એવી સેલેબ્રિટી Katrina Kaif છે જેના Whatsapp ચેનલમાં 9.3M ફોલોવેર્સ છે. અને અંતમાં FC Barcelona જેના 9M ફોલવર્સ છે આ રીતે એક માત્ર સેલેબ્રિટી Katrina Kaif છે.
આ ચેનલોમાં તમને સૌથી વધુ સક્રિય, લોકપ્રિય વિકલ્પો મળશે. હાલમાં, વપરાશકર્તાઓને ચેનલોમાં અનુસરવા માટે સની લિયોન, કેટરિના કૈફ અને અક્ષય કુમાર જેવી ઘણી લોકપ્રિય હસ્તીઓની ચેનલો મળશે.





