સોહા અલી ખાને (Soha Ali Khan) જાન્યુઆરી 2015 માં અભિનેતા કુણાલ ખેમુ સાથે લગ્ન કર્યા હતા. હવે તેમને ઇનાયા ખેમુ નામની એક પુત્રી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સોહાએ તેની માતા શર્મિલા ટાગોર દ્વારા લગ્ન અંગે આપવામાં આવેલી સલાહનો ખુલાસો કર્યો હતો.
સોહા અલી ખાનએ એક વાતચીત દરમિયાન તેની નજીકની મિત્ર નેહા ધૂપિયા સાથે જોવા મળી હતી. નેહા અને સોહા વર્ષોથી સારા મિત્રો છે અને તેઓએ તેમના લગ્ન વિશે ખુલ્લેઆમ વાત કરી હતી. એક ઇન્ટરવ્યુમાં નેહાએ ખુલાસો કર્યો કે સોહાએ તેને આ સલાહ અંગદ બેદી સાથે લગ્ન કરતી વખતે આપી હતી.
શર્મિલા ટાગોરે દીકરી સોહાને શું સલાહ આપી?
સોહાએ ખુલાસો કર્યો કે આ સલાહ તેને તેની માતા શર્મિલા ટાગોરે આપી હતી. સોહાએ કહ્યું “મારી માતાએ મને કહ્યું હતું કે સ્ત્રીએ પુરુષના અહંકારનું ધ્યાન રાખવું જોઈએ અને પુરુષે સ્ત્રીની લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ. જો તમે એમ કરી શકો, તો તમારા સંબંધો લાંબા સમય સુધી ટકી રહેશે,
સોહાએ ઉમેર્યું, “અલબત્ત, આજે લોકો કહી શકે છે કે સ્ત્રીઓમાં અહંકાર હોય છે અને પુરુષોમાં લાગણીઓ હોય છે, અને તે સાચું છે. પરંતુ મને લાગે છે કે તે સારા હેતુથી સલાહ હતી. લગ્ન પડકારજનક હોય છે, અને એવા મિત્રો હોવા એ દિલાસો આપે છે જેના પર તમે વિશ્વાસ કરી શકો.
સોહા અલી ખાને ઈન્ટવ્યુમાં બીજું શું કહ્યું?
સોહાએ વાતચીતમાં શર્મિલા ટાગોર એક કામ કરતી માતા હોવા વિશે પણ વાત કરી હતી. મન્સૂર અલી ખાન પટૌડી (ટાઇગર પટૌડી) સાથે લગ્ન કર્યા પછી અને બાળકો થયા પછી પણ શર્મિલાએ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું. સોહાએ કહ્યું, “કેટલીકવાર, મારી માતા મારા ભાઈને અઠવાડિયા સુધી મળતી નહીં. અને પછી, તે તેને સૂવડાવવા માટે ઘરે જતી અને તે કહેતો, ‘મને તારી જરૂર નથી. મને હમણાં તારી જરૂર નથી’ કારણ કે તે પણ નારાજ હતો. પછી તે એ હકીકતથી તણાવમાં રહેતી કે તે તેના બાળકો સાથે ઓછો સમય વિતાવી રહી છે. જોકે, પછી બધું સારું થઈ જશે.”