રકુલ પ્રીત સિંહ બોલિવુડની સફળ અભિનેત્રી પૈકીની એક છે. તેણીએ ટૂંકા ગાળામાં પોતાનું સ્થાન બનાવ્યું છે. સામાજિક અને અલગ વિષય પરની ભૂમિકા તેની ખાસ ઓળખ છે. ફિલ્મોની સાથે સોશિયલ મીડિયામાં પણ તે ખાસ્સી જાણીતી છે. તે વિશાળ ફેન ફોલોઇંગ ધરાવે છે. સમયાંતરે તેણી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
રકુલ પ્રીત સિંહ હાલમાં એના વિન્ટેજ સમર લુકને લઇને ચર્ચામાં છે. LIVA દ્વારા બનાવેલ નવ્યાસા વિન્ટેજ ગુલદસ્તો સાડીમાં તેણીએ આકર્ષક પોઝ સાથેની તસવીરો શેર કરી છે. જે ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. ચૌલાઝ હેરિટેજ જ્વેલરીમાંથી એક દુર્લભ બસરા મોતીના હાર સાથેની આ તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે.
રકુલ પ્રીતે લેટેસ્ટ તસવીરો શેર કરતાં પોતાના મનની વાત પણ વ્યક્ત કરી છે. તેણી જણાવે છે કે, જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી ત્યારે મને ખબર નહોતી કે ‘આઇટી ગર્લ’ શું છે. હું ફક્ત એક હિરોઇન બનવા માંગતી હતી અને મોટા પડદા પર આવવા માંગતી હતી.
વધુમાં તેણી જણાવે છે કે, જ્યારે મેં શરૂઆત કરી, ત્યારે લોકો કહેતા હતા કે સિનેમામાં છોકરી માટે પાંચથી છ વર્ષનો સમય બાકી રહે છે પરંતુ વસ્તુઓ બદલાતી રહે છે. જ્યાં સુધી તમે સારા દેખાશો અને સારું કામ કરશો, ત્યાં સુધી ઉંમર ફક્ત એક સંખ્યા છે. હું દીર્ધાયુષ્યનું લક્ષ્ય રાખવા માંગુ છું, અને હું અમિતાભ બચ્ચન સર અથવા તબ્બુ મેમ જેવી બનવાની ઇચ્છા રાખું છું.
રકુલ પ્રીત સિંહ અહીં વીકેન્ડ ઇચ્છે છે
બોલિવુડ નોટી ગર્લ રકુલ પ્રીત સિંહે વધુ એક પોસ્ટ શેયર કરતાં કહે છે કે તેણી અહીં વીકેન્ડ વિતાવવા ઇચ્છે છે.
અહી નોંધનિય છે કે, રકુલ પ્રીત સિંહ તાજેતરમાં રિલીઝ થયેલ મેરે હસબન્ડ કી બીવી ફિલ્મમાં અર્જૂન કપૂર સાથે ભૂમિ પેડનેકર સાથે દેખાઇ હતી. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ અસર નથી બતાવી શકી પરંતુ ફિલ્મમાં રકુલની એક્ટિંગના વખાણ થઇ રહ્યા છે.