/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Lun-Sinha-With-Family.jpg)
Luv Sinha Net Worth: લવ સિંહા શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાના પુત્ર છે. (Image: @luvsinha)
Luv Sinha Net Worth: સોનાક્ષી સિંહા એ બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂન 2024ના રોજ ધામધૂમથી લગ્ન કર્યા હતા. પીઢ રાજકારણી અને અભિનેતા શત્રુઘ્ન સિંહાની પુત્રી સોનાક્ષીએ ઝહીરને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ પોતાનો જીવનસાથી બનાવ્યો હતો. પરંતુ દબંગ ગર્લની આ ખુશીની પળમાં તેના ભાઈ લવ અને કુશ સિંહા વિશે ઘણા અહેવાલો આવ્યા હતા. હાલમાં જ કુશ સિન્હાએ કહ્યું હતું કે, તે લગ્નમાં સામેલ થયો હતો. જ્યારે લવ સિંહાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી, જેમાં ઝહીર ઇકબાલના પરિવાર તરફ ઇશારો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે લવ સિંહા ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તેણે ચૂંટણી પણ લડી છે. જાણો શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહાના પુત્ર લવ સિંહા પાસે કેટલી સંપત્તિ છે
લવ સિંહા એજ્યુકેશન
લવ સિંહા સોનાક્ષી સિંહા નો મોટો ભાઈ છે. અભ્યાસ વાત કરીએ તો લવ સિન્હા ગ્રેજ્યુએટ છે. તેમણે 2004માં સ્કૂલ ઓફ માસ કમ્યુનિકેશન્સમાંથી વેબસ્ટર યુનિવર્સિટીમાંથી સ્નાતક થયો છે.
લવ સિંહા કારકિર્દી (Luv Sinha Career)
લવ સિંહા એક્ટર પણ છે. લવ સિંહાએ વર્ષ 2010માં બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેણે હિન્દી ફિલ્મ સદિયાં માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઉપરાંત જેપી દત્તાની ફિલ્મ પલટન માં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મ વર્ષ 2018માં રિલીઝ થઈ હતી.
પરંતુ વર્ષ 2020માં લવે રાજકારણમાં એન્ટ્રી કરી અને પોતાના પિતાના પગલે ચૂંટણી પણ લડી. તેણે બિહારની બાંકીપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા, પરંતુ ભાજપના નીતિન નબીન સામે 39,036 મતોથી હારી ગયા હતા.
લવ સિન્હા નેટવર્થ (Luv Sinha Net Worth)
લવ સિંહાએ 2020માં તેમના ચૂંટણી સોગંદનામામાં તેમની સંપત્તિની વિગતો જાહેર કરી હતી. લવ સિંહા પાસે 2 કરોડથી વધુની સંપત્તિ હતી. તે સમયે તેના પર 75 લાખથી વધુ દેવુ હતું.
લવ સિંહા એ પોતાના સોગંદનામામાં જાહેર કર્યું હતું કે તેમની પાસે 2 લાખ રૂપિયાથી વધુ રોકડ છે અને 26 લાખથી વધુ રૂપિયા બેંક ખાતાઓમાં જમા છે. તેમણે 2020માં બોન્ડ અને શેરમાં 2 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું હતું. તેની પાસે આશરે ૪ લાખ રૂપિયાની વીમા પોલિસી પણ છે.
આ પણ વાંચો | સોનાક્ષી સિંહાનો ત્રીજો બ્રાઈડલ લુક, બંને સાડી પર ભારી, બ્રાઈડલ સુટની કિંમત જાણી ચોંકી જશો
વર્ષ 2020 સુધી તેની પાસે લગભગ સાડા ચાર લાખ રૂપિયાની ઇકો સ્પોર્ટ્સ કાર હતી. ગુરુગ્રામમાં તેમના અને માતા પૂનમ સિંહાના સંયુક્ત નામે ૧.૭૫ કરોડ રૂપિયાની એક રહેણાંક ઇમારત છે. ચૂંટણી સોગંદનામા મુજબ લવ સિન્હા સામે કોઇ ક્રિમિનલ કેસ નોંધાયો નથી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us