Who Is The Richest Bollywood Couple: બોલીવુડ સ્ટાર્સ એક્ટિંગ, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને પોતાના બિઝનેસ વેન્ચર્સથી તગડી કમાણી કરે છે. બોલીવુડમાં એવા ઘણા હાઇપ્રોફાઇલ કપલ છે જેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. પછી તે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હોય કે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ હોય કે પછી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ – આ તમામ બોલીવુડ સેલિબ્રિટી તેમના મજબૂત ફાઈનાન્સિયલ પોર્ટફોલિયો માટે જાણીતા છે. પરંતુ શું તમે જાણો છો કે બોલીવુડનું સૌથી ધનિક કપલ કોણ છે? તેમની પાસે કેટલી સંપત્તિ છે? ચાલો જાણીયે
શાહરુખ ખાન ગૌરી ખાન પાસે કેટલી સંપત્તિ છે? (Shahrukh Khan Gauri Khan Net Worth)
શાહરૂખ ખાન અને ગૌરી ખાનના લગ્નને 32 વર્ષ થાય છે. તેમને 3 સંતાન છે – આર્યન ખાન, સુહાના ખાન અને અબરામ ખાન. જીક્યૂ અનુસાર શાહરૂખ અને ગૌરીની કુલ નેટવર્થ 8096 કરોડ રૂપિયા છે.
લાઈફસ્ટાઈલ એશિયાના રિપોર્ટ મુજબ શાહરૂખની ગણતરી દુનિયાના સૌથી મોંઘા અભિનેતાઓમાં થાય છે. તેની લેટેસ્ટ ફિલ્મ પઠાણ અને જવાન બ્લોકબસ્ટર હતી. એટલીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ જવાન ની કમાણીમાં શાહરૂખ 60 ટકા પાર્ટનર હતો. શાહરુખ અને ગૌરી પોતાના પ્રોડક્શન હાઉસ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના કો-ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર પણ છે.
મન્નત ની કિંમત 200 કરોડ
ગૌરી ખાન ફિલ્મ પ્રોડ્યુસર હોવાની સાથે સાથે એક સફળ અને જાણીતી સેલિબ્રિટી ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તેની પાસે ગૌરી ખાન ડિઝાઇન્સ નામનો ડિઝાઇન સ્ટુડિયો છે. મુંબઈમાં શાહરૂખ અને ગૌરીના આઇકોનિક ઘર મન્નત ની કિંમત આશરે 200 કરોડ રૂપિયા છે.
શાહરૂખ ખાન અને ગૌરી ખાનને બોલિવુડના બીજા દંપતી તરફથી સખત સ્પર્ધા મળે છે. જીક્યૂ અનુસાર રાની મુખર્જી અને આદિત્ય ચોપરાની સંયુક્ત નેટવર્થ લગભગ 7400 કરોડ રૂપિયા છે. આદિત્ય વાયઆરએફના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન છે. આ સાથે જ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાની નેટવર્થ કુલ 4900 કરોડ રૂપિયા છે.
આ પણ વાંચો | ઋતિક રોશનની બહેન પશ્મીના રોશન પહેલી જ ફિલ્મમાં લિપ લોક કરતા ચર્ચામાં, જાણો ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ ક્યારે રિલિઝ થશે
બોલિવુડના અન્ય કપલ્સની વાત કરીએ તો અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાની કુલ નેટવર્થ 3542 કરોડ રૂપિયા છે. આ સાથે જ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની કુલ નેટવર્થ 2994 કરોડ રૂપિયા છે. જીક્યૂ અનુસાર સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની કુલ નેટવર્થ 1968 કરોડ રૂપિયા છે.