Why Are Movies Released Only On Fridays : શું તમારા મનમાં ક્યારેય પ્રશ્ન થયો છે કે આખરે ભારતમાં મોટાભાગની ફિલ્મો સામાન્ય રીતે શુક્રવારના દિવસે જ કેમ રિલીઝ થાય છે? આજે અમે તમને તેની પાછળની થિયરી જણાવવા જઈ રહ્યા છીએ.
શુક્રવાર એ વીકએન્ડની શરૂઆત છે અને મોટાભાગના લોકો આ દિવસની રાહ જોતા હોય છે અને તેથી જ શુક્રવાર એ ફિલ્મ નિર્માતાઓ માટે તેમની ફિલ્મો રિલીઝ કરવા માટે સૌથી પ્રિય દિવસ છે? મળતી માહિતી અનુસાર, આ ટ્રેન્ડ હોલીવુડમાંથી આવ્યો છે.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ (GWR) અનુસાર, ‘શુક્રવારને કદાચ શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે.’ શુક્રવાર અઠવાડિયાનો પ્રિય દિવસ રહે છે.
સૌપ્રથમ હોલીવુડ ફિલ્મ ‘ગોન વિથ ધ વિન્ડ’ શુક્રવારે 15 ડિસેમ્બર 1939ના રોજ રીલિઝ થઈ હતી. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી.
1960 પહેલા ભારતમાં કોઈ ફિલ્મ રિલીઝ કરવા માટે કોઈ ખાસ દિવસ નહોતો. તે જ સમયે, ‘મુગલ-એ-આઝમ’ બોલિવૂડની પહેલી ફિલ્મ હતી, જે શુક્રવારે 5 ઓગસ્ટ, 1960ના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મ ભારતીય સિનેમામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થયું.
આ પણ વાંચો : દુનિયાની સૌથી ખતરનાક ફિલ્મ જે જોયા પછી 86 લોકોના થયા હતા મોત
આ પછી ભારતમાં પણ હોલિવૂડની નકલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ અને શુક્રવારે ફિલ્મો રિલીઝ થવાનો દોર શરૂ થયો. આ સિવાય નિર્માતાઓ એવું પણ માને છે કે શુક્રવાર- દેવી લક્ષ્મીનો દિવસ હોવાથી તેમના માટે ધન લાવશે.





