મુવી ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતેજ પોતાની ઓળખ બનાવી છે. આમાંથી કેટલાક સ્ટાર્સે ટેલિવિઝનથી પોતાની કરિયરની શરૂઆત કરી અને પછી બોલિવૂડમાં પોતાનું નામ બનાવ્યું હતું. અહીં એવી જ એક અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે ટીવી સિરિયલથી પોતાની અભિનય કરિયરની શરૂ કરી હતી.
અભિનેત્રી યામી ગૌતમ પોતાની પહેલી ફિલ્મથી સ્ટાર બની ગઈ હતી. એકટ્રેસ 28 નવેમ્બરના રોજ તેનો 37 મો જન્મદિવસ ઉજવશે. અહીં એકટ્રેસ વિશે વધુમાં જાણો
યામી ગૌતમ એકટિંગ કરિયર (Yami Gautam Acting Career)
યામી ગૌતમે 2008 માં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે વર્ષે, અભિનેત્રીએ ટીવી સીરિયલ “ચાંદ કે પાર ચલો” માં ડેબ્યૂ કર્યું, જેમાં તેણી મુખ્ય ભૂમિકામાં હતી. ત્યારબાદ ગૌતમ “યે પ્યાર ના હોગા કમ” માં દેખાઈ હતી. આ સીરિયલમાં, યામીએ ટીવી સુપરસ્ટાર ગૌરવ ખન્ના સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સીરિયલ ખૂબ જ હિટ રહી હતી, અને યામી અને ગૌરવની જોડી પણ દર્શકોમાં પ્રિય બની હતી.
યામી ગૌતમ યાદગાર મુવીઝ
ટેલિવિઝન જગતમાં પોતાની ઓળખ સ્થાપિત કર્યા બાદ યામી ગૌતમે ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. હિન્દી ફિલ્મોમાં પ્રવેશતા પહેલા તેણે દક્ષિણ ભારતીય સિનેમામાં કામ કર્યું હતું. જોકે તેણે દક્ષિણમાં નોંધપાત્ર ઓળખ મેળવવામાં નિષ્ફળ ગઈ હતી. ત્યારબાદ અભિનેત્રીએ 2012 માં હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો.
ત્યારબાદ યામી ગૌતમની તે વર્ષે તેની ફિલ્મ “વિકી ડોનર” આયુષ્માન ખુરાના સાથે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. યામીએ તેની પહેલી ફિલ્મથી બોલિવૂડમાં પોતાને સ્થાપિત કરી હતી. ત્યારબાદ તેણે “બદલાપુર”, “કાબિલ”, “ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક”, “બાલા” અને “ઓએમજી 2” સહિત અનેક બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી હતી. તાજેતરમાં તે ઇમરાન હાશ્મી સાથે હક મુવીમાં જોવા મળી હતી.





