યામી ગૌતમ આર્ટિકલ 370 મુવી પહેલા પણ OTT પર કરી ચૂકી છે કમાલ

Yami Gautam Movies: યામી ગૌતમ તાજેતરમાં રિલીઝ થયેલ આર્ટિકલ 370 ફિલ્મથી ચર્ચામાં છે એવું નથી. યામી ગૌતમ ઓટીટી પ્લેટફોર્મ પર થીમ બેઇઝ લોસ્ટ, અ થર્સડે, ચોર નિકલ કે ભાગા, દસવી સહિત શાનદાર ફિલ્મો કરી ચૂકી છે.

Written by Haresh Suthar
February 28, 2024 00:33 IST
યામી ગૌતમ આર્ટિકલ 370 મુવી પહેલા પણ OTT પર કરી ચૂકી છે કમાલ
Yami Gautam: યામી ગૌતમ બોલીવુડ અભિનેત્રી (ફોટો ક્રેડિટ - ઇન્સ્ટાગ્રામ)

બોલીવુડ અભિનેત્રી યામી ગૌતમ આર્ટિકલ 370 ફિલ્મને લઇને ચર્ચામાં છે. ચાંદ કે પાર ચલો ટીવી સીરિયલથી યામી ગૌતમ એક્ટિંગની દુનિયામાં આવી હતી. વિકી ડોનર ફિલ્મથી યામી ગૌતમ લાઇમ લાઇટમાં આવી હતી. આયુષ્માન ખુરાના સાથેની આ ફિલ્મ ઘણી ચર્ચામાં રહી હતી. બોલીવુડમાં એન્ટ્રી પહેલા સાઉથની ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો.

બેહદ ખૂબસુરત યામી ગૌતમ આજે એની સુંદરતા કરતાં એના અભિનયથી ઓળખ પામી રહી છે. આર્ટિકલ 370 મુવીમાં યામીની એક્ટિંગ વખણાઇ રહી છે. યામી આજે થીમ બેઇઝ્ડ અભિનેત્રી તરીકે ખ્યાતિ મેળવી રહી છે. આર્ટિકલ 370 અગાઉ પણ તેણે ઘણી સારી ફિલ્મો આપી છે. આ શાનદાર ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર છે.

Lost – લોસ્ટ

લોસ્ટ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. સફળ ફિલ્મો પૈકીની આ એક શાનદાર ફિલ્મ છે. લોસ્ટ મુવીમાં યામી ગૌતમ સાથે પંકજ કપૂર, પિયા બાજપાઇ, રાહુલ ખન્ના અને નીલ ભૂપાલમ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ ZEE5 પર સ્ટ્રીમ કરી શકાય છે. અનિરુધ્ધ રોય ચૌધરીએ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે.

Article 370 box office collection day 4 Yami Gautam priyamani gujarati news
આર્ટિકલ 370 બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 4 યામી ગૌતમ : Article 370 box office collection day 4

Chor Nikal Ke Bhaga – ચોર નિકલ કે ભાગા

યામી ગૌતમની શાનદાર ફિલ્મોમાંની આ એક ફિલ્મ ચોર નિકલ કે ભાગા છે. લૂંટ પર આધારિત આ ફિલ્મને અજય સિંહે નિર્દેશિત કરી છે. યામી સાથે આ ફિલ્મમાં શરદ કેલકર, સની કૌશલ, વરુણ ચંદા અને ઇન્દ્રનીસ સેનગુપ્તા મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ Netflix પર જોઇ શકાય છે.

Dasvi – દસવી

યામી ગૌતમ અને અભિષેક બચ્ચનની દસવી સામાજિક કોમેડી ફિલ્મ છે. વર્ષ 2022 માં રિલીઝ થયેલી આ ફિલ્મ ખૂબ વખણાઇ હતી. યામી આ ફિલ્મમાં આઇપીએસ ઓફિસરના રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન તુષાર જલોટાએ કર્યું છે. આ ફિલ્મ તમે Netflix પર જોઇ શકો છો.

A Thursday – અ થર્સડે

ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થયેલ યામીની ફિલ્મ અ થર્સડે સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. જેમાં તેણે ટીચર નૈનાનો રોલ બખૂબી નિભાવ્યો છે. 16 બાળકોને એક ઘરમાં કેદ કરવાની ઘટના પરની આ ફિલ્મ છે. યામી સાથે આ ફિલ્મમાં નેહા ધુપિયા, અતુલ કુલકર્ણી, ડિમ્પલ કાપડિયા અને કરણવીર શર્મા પણ મુખ્ય રોલમાં છે. આ ફિલ્મને બેહઝાદ ખંભાતાએ નિર્દેશિત કરી છે.

આ પણ વાંચો – યામી ગૌતમની આર્ટિકલ 370 મુવીની બોક્સ ઓફિસ પર કમાણી

Ginny Weds Sunny – ગિન્ની વેડ્સ સની

ગિન્ની વેડ્સ સની એક રોમ કોમ મુવી છે. હાસ્યથી ભરપુર હળવી ફિલ્મ જોવી ગમતી હોય તો આ ફિલ્મ તમને ગમે એવી છે. યામી સાથે આ ફિલ્મમાં વિક્રાંત મેસી મુખ્ય રોલમાં છે. આ ફિલ્મ તમે નેટફ્લિક્સ પર જોઇ શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ