Yami Gautam : યામી ગૌતમ માતા બનશે, આર્ટીકલ 370ના ટ્રેલર લોન્ચિંગ વખતે પતિ આદિત્ય ધરે પૃષ્ટી કરી

Yami Gautam Pregnant, Aditya Dhar Confirm : બોલીવુડ એક્ટ્રેસ યામી ગૌતમ પ્રેગનન્ટ (Yami Gautam Pregnant) છે ટુંક સમયમાં માતા બનશે. આર્ટીકલ 370ના ટ્રેલર લોન્ચ વખતે પતિ આદિત્ય ધરે આ વાતની પૃષ્ટી કરી છે.

Yami Gautam Pregnant, Aditya Dhar Confirm : બોલીવુડ એક્ટ્રેસ યામી ગૌતમ પ્રેગનન્ટ (Yami Gautam Pregnant) છે ટુંક સમયમાં માતા બનશે. આર્ટીકલ 370ના ટ્રેલર લોન્ચ વખતે પતિ આદિત્ય ધરે આ વાતની પૃષ્ટી કરી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Yami Gautam Pregnant | Yami Gautam with Aditya Dhar | Yami Gautam Aditya Dhar | Article 370 trailer | Yami Gautam Article 370 trailer

યામી ગૌતમ પતિ આદિત્ય ધર સાથે ફિલ્મ આર્ટીકલ 370ના ટ્રેલરના લોન્ચિંગ પ્રસંગે બેબી બમ્પ સાથે દેખાઇ હતી. (Photo: Yami Gautam/ Instagram)

Yami Gautam Pregnant, Aditya Dhar Confirm : બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ જીવનની સૌથી મોટી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. યામી ગૌતમ હાલ પોતાની ફિલ્મ આર્ટિકલ 370 ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે યામી ગૌતમ માતા બનવા જઈ રહી છે.

Advertisment

યામી ગૌતમ અને આદિત્ય ધરના ઘરે ટૂંક સમયમાં એક નાનો મહેમાન આવવાનો છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ યામીની પ્રેગ્નન્સીને સાડા પાંચ મહિના થઈ ગયા છે. યામી અને આદિત્ય એ હજી પણ પ્રેગ્નન્સીને લઇ ખુલાસો કર્યો નથી. આ કપલે હજી સુધી આ ખુશીના સમાચાર પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા.

Article 370 | Latest Movie | News in Gujarati | Yami Gautam
યામી ગૌતમ સાથે પતિ આદિત્ય ધર

યામી ગૌતમ બનશે માતા

યામી ગૌતમ હાલમાં જ તેના પતિ આદિત્ય ધર સાથે આર્ટિકલ 370 ઈવેન્ટમાં હાજરી આપી હતી. જ્યાં તે પોતાનો બેબી બમ્પ છુપાવતી જોવા મળી હતી. આ પહેલા પણ તે સ્પોટ થઈ હતી. જ્યાં તે તેના દુપટ્ટા વડે પેટ છુપાવતી જોવા મળી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૂત્રએ કહ્યું છે કે, “બોલીવુડ સેલિબ્રિટી યામી સાડા પાંચ મહિનાથી ગર્ભવતી છે. જ્યારથી યામીને તેની પ્રેગ્નન્સી વિશે ખબર પડી છે ત્યારથી તે ઘણી ખુશ છે. તેની ડિલિવરી મે મહિનામાં થવાની છે. પરિવારે અત્યાર સુધી બધું જ ખાનગી રાખ્યું છે. યામી અને આદિત્ય ટૂંક સમયમાં તેની જાહેરાત કરવા જઈ રહ્યા છે, કારણ કે હવે તે તેની આગામી થ્રિલર ફિલ્મનું પ્રમોશન પણ કરશે. તે લીડ છે અને તેના પતિ તેને પ્રોડ્યુસ કરી રહ્યા છે.

Advertisment
Article 370 | Latest Movie | News in Gujarati | Yami Gautam
Article 370: યામી ગૌતમ મુવી આર્ટિકલ 370 ફર્સ્ટ લુક

કલમ 370 ફિલ્મ ક્યારે રિલિઝ થશે (Article 370 Release Date)

યામી ગૌતમની આગામી ફિલ્મ આર્ટિકલ 370 નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં બતાવવામાં આવશે કે કેવી રીતે કાશ્મીરમાં આઝાદીના નામે આતંકવાદને ભડકાવવામાં આપવામાં આવે છે. આ ફિલ્મમાં યામી ગૌતમ લીડ રોલમાં છે. આ ફિલ્મનું નિર્માણ આદિત્ય દ્વારા કરવામાં આવ્યું છે.

https://www.instagram.com/p/C2U2cZxoRZ-/?hl=en

આ પણ વાંચો | કિયારા સિદ્ધાર્થે કરી પહેલી મેરેજ એનિવર્સરીની ઉજવણી, જાણો કપલની પ્રપોઝલ સ્ટોરી

આ ફિલ્મ 23 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. યામી અને આદિત્યની લવસ્ટોરીની વાત કરીએ તો આ કપલે 4 જૂન, 2021ના રોજ લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈકના સેટ પર થઈ હતી. હવે લગ્નના ત્રણ વર્ષ બાદ આ કપલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે.

કલમ 370 ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ