Yash Birthday : રોકીભાઈ તરીકે જાણીતા સાઉથના સુપરસ્ટાર અભિનેતા યશનો જન્મ 8 જાન્યુઆરી 1986ના રોજ થયો હતો. ઘણા ઓછા લોકો જાણે છે કે યશનું સાચું નામ નવીન કુમાર ગૌડા છે. તેણે બહુ ઓછા સમયમાં કન્નડ સિનેમામાં મોટું નામ કમાઈ લીધું છે. યશ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. તેના પિતા બસ ડ્રાઈવર હતા અને માતા ગૃહિણી હતી. તેમણે એક વિદ્યાર્થી તરીકેના તેમના દિવસો વિશે વાત કરી અને સંક્ષિપ્તમાં તેમને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તે જણાવ્યુ હતું. તેણે કહ્યું કે તે તેની સફળતા સિવાય ખાસ તેઓ ભૂતકાળ વિશે વાત કરવાનું પસંદ નથી કરતા, કારણ કે તે એક ગોલ તરફ ધ્યાન આપનાર વ્યક્તિ છે, જે હંમેશા નવા પડકારોને પાર કરવામાં માને છે.
યશના પિતા કર્ણાટક સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ ચલાવતા હતા. જીવનની ફિલોસોફી સરળ શબ્દોમાં સમજાવતા યશે કહ્યું હતું કે, ‘નાની ઉંમરમાં અમને કેટલીક આર્થિક સમસ્યાઓ હતી, તેથી મેં જીવનને ખૂબ જ ક્રૂર રીતે જોયું છે. મને સમજાયું કે જીવન શું છે, માણ્સની સાયકોલોજિ શું છે.
અભિનેતાને 2007માં પિયા હુસૈનની જાંબાડા હુદુગીમાં નાનો રોલ મળ્યો હતો. તેણે 2008માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ મોગીના મનસુથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે તેને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ પહેલા પણ તેણે ટીવી સિરિયલમાં કામ કર્યું હતું.
વર્ષ 2010માં રિલીઝ થયેલી યશની કન્નડ ફિલ્મ મોડલસાલા તેની કારકિર્દીની પ્રથમ હિટ ફિલ્મ હતી. આ પછી વર્ષ 2014માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ રામચારી’ યશ માટે મોટી ફિલ્મ સાબિત થઈ. એટલૂ જ નહીં પણ રાધિકા પંડિત ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ રામચારી’માં હિરોઈન તરીકે મુખ્ય ભૂમિકામાં હતી, જે હવે યશની પત્ની છે અને દંપતી 2 બાળકોના માતા-પિતા છે. વર્ષ 2016માં યશે આ જ ફિલ્મની લીડ એક્ટ્રેસ રાધિકા સાથે લગ્ન કર્યા હતા. રાધિકા સાઉથની સફળ અને મોટી અભિનેત્રી છે.
વર્ષ 2008 થી 2016 સુધી તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેને કન્નડ સિનેમામાં પણ ઓળખ મળી હતી પરંતુ KGF ફિલ્મથી તેનું નસીબ ચમક્યું. વર્ષ 2018 માં રીલિઝ થયેલી, કન્નડ ફિલ્મ કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ-ચેપ્ટર 1 (KGF: chepter 1) યશની કારકિર્દીની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ હતી. માત્ર સાઉથ સિનેમામાં જ નહીં, આ ફિલ્મે દરેક ભાષાના સિનેમાપ્રેમીઓના દિલમાં યશ માટે એક અનોખુ સ્થાન બનાવી દીધું હતું. KGF પ્રકરણ 1 ની સ્ટોરી ખાએખર યશ દ્વારા ભજવવામાં આવેલ રોકી ભાઈ નામના પાત્રની આસપાસ ભજવતી વાત છે. આ ફિલ્મની એક્શન સિક્વન્સ શાનદાર છે. આ સાથે ફિલ્મની વાર્તા પણ લોકોના દિલને સ્પર્શી જાય છે.
લોકોના ચહીતા એવા રોકીભાઈ રિયલ લાઈફમાં પણ એવા જ જોરદાર માણસ છે. તેઓ બીજા લોકોની મદદ કરવામાં માને છે. તેમણે ખેડૂતોની મદદ કરવા માટે 2017માં પત્ની સાથે મળીને યશોમાર્ગ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેઓ પોતાની રાજકીય વિચારધારાનું પણ સરેઆમ સમર્થન કરે છે. 2018માં કર્ણાટક વિધાનસભામાં તેમણે ભાજપનો ખુલ્લેઆમ પ્રચાર પણ કર્યો હતો. અટકળો એવી પણ રહી છે કે તે ટૂંક સમયમાં રાજકારણમાં પ્રવેશ કરી શકે છે. યશને લોકોની દુઆ મળતી રહી છે માટે જે કરશે એમાં સફળ થશે એ વાત તો સૌ કોઈ માને છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તેણે માત્ર 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. આ પછી તે એક થિયેટર ગ્રુપમાં જોડાયો. યશ માટે અભિનય ક્ષેત્રે આવવું સહેલું ન હતું. તેના નિર્ણયથી તેના માતા-પિતા ખૂબ નારાજ હતા. જ્યારે તેણે તેના માતા-પિતાને ફિલ્મોમાં જવાની વાત કહી તો તેઓ બધા ખૂબ ગુસ્સે થઈ ગયા. તે જ સમયે, અભિનેતાએ તેનું મન બનાવી લીધું હતું કે તેણે ફક્ત ફિલ્મોમાં જ જવું છે. તેથી તેના પરિવારજનોએ જે કહ્યું તેની તેના પર કોઈ અસર થઈ ન હતી. બાદમાં, અભિનેતા બનવાના સપના સાથે, તે માત્ર 300 રૂપિયા સાથે બેંગલુરુ આવ્યો. ફિલ્મોમાં આવતા પહેલા તેણે બેકગ્રાઉન્ડ આર્ટિસ્ટ અને લાઇટમેન તરીકે કામ કર્યું હતું.
યશનું નસીબ આ રીતે ચમક્યું
યશની પહેલી ટીવી સિરિયલ ‘નંદ ગોકુલા’ હતી. સાથે જ તેની પહેલી ફિલ્મ ‘જાંભાડા હુદુગી’ છે. જોકે, જ્યારે તેણે ‘KGF’માં કામ કર્યું ત્યારે તેનું નસીબ રાતોરાત બદલાઈ ગયું. જેના કારણે તેમને ઈન્ડસ્ટ્રીમાં ‘રોકી ભાઈ’ની ઓળખ મળી. આ ફિલ્મ 2018માં રિલીઝ થઈ હતી અને તેણે 250 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ પછી તેણે ‘KGF ચેપ્ટર 2’થી હલચલ મચાવી દીધી. આમાંથી 1000 કરોડ રૂપિયાની કમાણી કરી. જો કે અભિનેતાની આગામી ફિલ્મોની વાત કરીએ તો આ દિવસોમાં તે ‘ટોક્સિક’ને કારણે ચર્ચામાં છે. એવી ઘણી ચર્ચા છે કે તે આ ફિલ્મ દ્વારા કરીના કપૂર સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
આ ફિલ્મની વાર્તા ગોવાના બેકગ્રાઉન્ડ પર આધારિત હશે. KGFની જેમ તે પણ પીરિયડ ક્રાઈમ ડ્રામા હશે. 60ના દાયકામાં ગોવામાં રશિયન અને ડ્રગ્સ માફિયાઓની ઘૂસણખોરી હતી. ફિલ્મની વાર્તા આની આસપાસ ફરશે.100 કરોડથી વધુના બજેટ સાથે બનાવવામાં આવી રહી છે. યશને ફિલ્મનો પ્લોટ એટલો ગમ્યો છે કે, તે હાલમાં અન્ય પ્રોજેક્ટ્સને બાજુ પર રાખીને તેનું સંપૂર્ણ ધ્યાન આના પર કેન્દ્રિત કરી રહ્યો છે.
આ પણ વાંચો : Medha Shankar 12th Fail : કોણ છે મેધા શંકર જેણે શ્રધ્ધા બની દિલ જીત્યા, આવો જાણીએ
યશ કરોડોની સંપત્તિનો માલિક છે
ભલે યશ મધ્યમ વર્ગીય પરિવારનો હોય. પરંતુ, ફિલ્મોમાં આવ્યા બાદ તે હવે લક્ઝરી લાઈફ જીવે છે. તેમની પાસે કરોડોની સંપત્તિ અને મોંઘી કાર છે. તેના વાહનોની વાત કરીએ તો તેમાં Audi Q7, BMW, Pajero Sports જેવી કારનો સમાવેશ થાય છે. આ સિવાય યશ પાસે બેંગલુરુમાં એક આલીશાન ઘર પણ છે, જેની કિંમત લગભગ 4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હવે જો અભિનેતાની નેટવર્થની વાત કરીએ તો તેની પાસે હવે લગભગ 53 કરોડ રૂપિયાની સંપત્તિ છે. હવે તે એક ફિલ્મ માટે 150 કરોડ રૂપિયાની ફી લઈ રહ્યો છે.





