/indian-express-gujarati/media/media_files/2025/12/29/top-flopped-films-2025-2025-12-29-22-35-31.jpg)
સન ઓફ સરદાર 2 અને ધડક 2 ફિલ્મનું દ્રશ્ય
Year Ender 2025 : વર્ષ 2025 હિન્દી સિનેમા માટે સારું સાબિત થયું છે. ઘણી દમદાર કહાની ધરાવતી ફિલ્મો પસંદ કરવામાં આવી હતી. બીજી તરફ કેટલીક ફિલ્મમાં મોટા સ્ટાર હોવા છતાં બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. ચાલો આ ફ્લોપ ફિલ્મોની સ્ટોરી અને બજેટ વિશે વિગતવાર જાણીએ.
ધડક 2
તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદીની ધડક 2 વર્ષ 2025માં થિયેટરોમાં આવી હતી. પરંતુ આ ફિલ્મ ખાસ સફળ રહી ન હતી. ફિલ્મનું બજેટ 60 કરોડ રૂપિયા હતું, પરંતુ ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 25 કરોડની કમાણી કરી હતી.
સન ઓફ સરદાર 2
અજય દેવગનની ફિલ્મ સન ઓફ સરદારની સિક્વલ આ વર્ષે થિયેટરમાં આવી હતી, પરંતુ સન ઓફ સરદાર 2 ને પહેલા ભાગ જેટલો પ્રેમ મળ્યો ન હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મનું બજેટ 130 કરોડ રૂપિયા હતું, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 44.9 કરોડની કમાણી કરી શકી હતી.
આઝાદ
અજય દેવગણ અને રાશા થડાનીની ફિલ્મ આઝાદ પણ આ વર્ષે રિલીઝ થઇ હતી. આ ફિલ્મનું નામ વર્ષની સુપરફ્લોપ ફિલ્મોમાંની એક હતું. રવિના ટંડનની પુત્રી રાશાએ આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મની કહાનીએ ચોક્કસ દર્શકોનું દિલ જીતી લીધું હતું, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ શકી ન હતી.
આ પણ વાંચો - સલમાન ખાનના બર્થ ડે પર બેટલ ઓફ ગલવાન ટીઝર રિલીઝ, ‘મોત સે ક્યા ડરના…’ સહિત આવા છે ડાયલોગ
દેવા
31 જાન્યુઆરીએ રજૂ થયેલી શાહિદ કપૂરની ફિલ્મ દેવાને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મના મુખ્ય અભિનેતાએ તેનું પ્રમોશન પણ કર્યું હતું. પરંતુ 55 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 35.1 કરોડની કમાણી કરી હતી.
લવપાયા
ખુશી કપૂર અને જુનૈદ ખાનની ફિલ્મ લવપાયા દર્શકોને બિલકુલ પસંદ પડી ન હતી. 50 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માટે બોક્સ ઓફિસ પર 10 થી 12 કરોડની કમાણી કરવી મુશ્કેલ બની ગઈ હતી. જોકે આ ફિલ્મને ઓટીટી પર લોકોનો પ્રેમ મળ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us