/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/box-office-2025.jpg)
2025 ની ટોચની કમાણી કરનારી ફિલ્મો (ફોટો ક્રેડિટ- IMDb)
Year Ender 2025: સિનેમા જગતમાં ફિલ્મોની સફળતાનો અંદાજ બોક્સ ઓફિસ કલેક્શન પરથી લગાવવામાં આવે છે. આ વર્ષે વિવિધ શૈલીની ઘણી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર વિક્રમજનક કમાણી કરી હતી. હવે ટૂંક સમયમાં વર્ષ 2025ને અલવિદા કહેવા જઈ રહ્યા છીએ. આ પહેલા આપણે જાણીએ આ વર્ષની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો કઇ રહી છે. ચાલો જાણીએ આ આખું વર્ષ બોક્સ ઓફિસનો કિંગ કોણ સાબિત થયું છે.
આ વર્ષે ઘણા લોકપ્રિય સ્ટાર્સની ફિલ્મો બોક્સ ઓફિસ પર પ્રભુત્વ જમાવતી જોવા મળી છે. વિકી કૌશલે છાવામાં એક દમદાર કામ કર્યું હતું અને તેણે કલેક્શનની દ્રષ્ટિએ રેકોર્ડ તોડી નાખ્યા હતા. અહાન પાંડે અને અનિત પડ્ડાની જોડીએ સૈયારા દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. આ મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ટોપ 2 ફિલ્મમાં છે. ત્રીજો નંબર રણવીર સિંહની ફિલ્મ ધુરંધરનું નામ છે, જે હજુ પણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ કમાણી કરી રહી છે.
ઋષભ શેટ્ટીની કાંતારાએ પણ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ આજકાલ ઓટીટી ઉપર પણ ધૂમ મચાવી રહી છે. વોર 2 માં રિતિક રોશને પ્રશંસનીય કામ કર્યું હતું. આ જ કારણ છે કે તેને આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ સિવાય આમિર ખાનની ફિલ્મ સિતારે મીન પર અને અજય દેવગણની રેડ 2 નું પ્રદર્શન પણ ખૂબ જ શાનદાર રહ્યું છે. આ વર્ષે અક્ષય કુમારની બે ફિલ્મોનો જાદુ જોવા મળ્યો હતો. જેમાં હાઉસફુલ 5 અને સ્કાય ફોર્સનું નામ પણ સામેલ છે.
આ પણ વાંચો - કુણાલ ખેમુ ની અનોખી સિરીઝ ‘સિંગલ પાપા’ , જાણો શું છે કહાની
વર્ષ 2025 માં બોક્સ ઓફિસ પર સૌથી વધારે કલેક્શન કરનાર ટોપ 10 ફિલ્મ
- છાવા – 600 કરોડ રૂપિયા ગ્રોસ કલેક્શન
- સૈયારા - 337.78 કરોડ રૂપિયા ગ્રોસ કલેક્શન
- ધુરંધર - 252.70 કરોડ રૂપિયા ગ્રોસ કલેક્શન (8 દિવસનો આંકડો)
- કંતારા: એ લિજેન્ડ -ચેપ્ટર 1 - 224.39 કરોડ ગ્રોસ કલેક્શન
- વોર 2 - 185.13 કરોડ ગ્રોસ કલેક્શન
- મહાવતાર નરસિમ્હા - 182.83 કરોડ રૂપિયા ગ્રોસ કલેક્શન
- રેડ 2 - 178.08 કરોડ રૂપિયા ગ્રોસ કલેક્શન
- સિતારે જમીન પર – 165.67 કરોડ ગ્રોસ કલેક્શન
- હાઉસફુલ 5 - 160.72 કરોડ રૂપિયા ગ્રોસ કલેક્શન
- સ્કાય ફોર્સ - 131.44 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન
બોલિવૂડ હંગામાના રિપોર્ટ મુજબ ઉપરોક્ત ફિલ્મોની કમાણીના જે આંકડા આપવામાં આવ્યા છે તે વર્લ્ડ વાઇલ્ડ આંકડા નથી. આ ફક્ત ડોમેસ્ટિક બોક્સ ઓફિસનું ગ્રોસ કલેક્શન દર્શાવે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us