Yodha Box Office Collection Day 1 : સિદ્ધાર્થ મલ્હોત્રાની 'યોદ્ધા'એ ઓપનિંગ ડે પર હાઇજેક કે ઉડાન ભરી? જાણો કલેક્શન

Yodha Box Office Collection Day 1 : બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્શનથી ભરપૂર યોદ્ધા મુવીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. યોદ્ધાનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.

Yodha Box Office Collection Day 1 : બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્શનથી ભરપૂર યોદ્ધા મુવીએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. યોદ્ધાનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Yodha Box Office Collection Day 1 | Yodha Sidharth Malhotra | Raashi Khanna | Disha Patani

સિદ્ધાર્થ મલ્હોત્રાની યોદ્ધાએ ઓપનિંગ ડે પર હાઇજેક કે ઉડાન ભરી? (ફોટો સિદ્ધાર્થ મલ્હોત્રા)

Yodha Box Office Collection Day 1 : બોલિવૂડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'યોદ્ધા' ગઇકાલે 15 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. આવી સ્થિતિમાં લોકો સિદ્ધાર્થ મલ્હોત્રાની એક્ટિંગ તેમજ અભિનેત્રી રાશિ ખન્ના સંગ તેની કમાલની કેમેસ્ટ્રીના વખાણ કરી રહ્યા છે. તેવામાં હાલમાં યોદ્ધાનું પ્રથમ દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન સામે આવ્યું છે.

Advertisment
https://www.instagram.com/p/C4hfHrUoPbv/

ઓપનિંગ ડે પર યોદ્ધા પાસ કે ફેલ?

સેકનિલ્ક અનુસાર, યોદ્ધાએ 4.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. એક્શનથી ભરપૂર યોદ્ધા ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી છે. જેનું બજેટ 55 કરોડ રૂપિયા છે.

https://www.instagram.com/p/C4S5j3boEGB/

ફિલ્મના સ્ટાર કાસ્ટની ફીની વાત કરીએ તો યોદ્ધા માટે સિદ્ધાર્થ મલ્હોત્રાએ 7 કરોડ રૂપિયા અને દિશા પટનીએ 2 કરોડ રૂપિયા વસુલ્યા છે. આમ, એક્ટ્રેસ રાશિ ખન્નાની વાત કરીએ તો એને ફિલ્મ માટે 1.5 કરોડ રૂપિયા લીધા છે. આ ફિગર્સ પર મેકર્સ તરફથી કોઇ ઓફિશિયલ જાણકારી મળી નથી, પરંતુ એમાઉન્ટ માર્કેટમાં ફેલાઇ છે. ઉલ્લેખનીય છે કે, યોદ્ધા દ્વારા સાગર આમ્બ્રે અને પુષ્કર સોજાએ નિર્દેશક તરીકે ગ્લેમરની દુનિયામાં એન્ટ્રી મારી છે.

publive-image

આ પણ વાંચો : Fact Check : અમિતાભ બચ્ચને ખરાબ તબિયતના સમાચારને ગણાવ્યા ફેક? શું છે હકીકત?

Advertisment

યોદ્ધાની કહાની

યોદ્ધાની કહાનીની વાત કરીએ તેમાં એક વિમાનને હાઇજેક કરવામાં આવે છે. તે આતંકવાદીઓ સામે એક યોદ્ધા લડે છે અને પ્લેસનમાં હાજર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે પરત લાવે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા આ પાત્રમાં ધમાલ મચાવી રહ્યો છે. તે એક સૈનિકની ભૂમિકા ભજવી રહ્યો છે.

celebrities મનોરંજન ન્યૂઝ