Ustad Zakir Hussain Net Worth: ઝાકિર હુસૈનના નિધનથી શાસ્ત્રીય સંગીતના ચાહકોને મોટો આઘાત લાગ્યો છે. ઝાકિર હુસૈન ભારતના પ્રખ્યાત તલબા વાદક હતા. બીમારીના કારણે તેઓ અમેરિકાની સાન ફ્રાન્સિસ્કોની એક હોસ્પિટલમાં એડમિટ હતા. પરંતુ 15 ડિસેમ્બરે 73 વર્ષની વયે અમેરિકામાં તેમનું દુઃખદ નિધન થયું છે. પિતા પાસેથી તબલા વાદન શિખ્યા બાદ તેમણે નાની ઉંમરે શાસ્ત્રીય વાદ્ય વાદનમાં કરિયરની શરૂઆત કરી હતી. મહેનત અને ધગશથી દુનિયાભરમાં તબલા વાદક તરીકે પ્રખ્યાત થયા હતા. એક કાર્યક્રમ માટે લાખો રૂપિયા ચાર્જ લેનાર ઝાકિર હુસૈનની તબલા વાદનની પહેલી કમાણી માત્ર 5 રૂપિયા હતી. ચાલો જાણીયે તેમની કમાણી અને સંપત્તિ વિશે વિગતવાર
Zakir Hussain Income And Net Worth: ઝાકિર હુસૈન – 5 રૂપિયાથી 5 લાખ સુધીની સફર
દિગ્ગજ ઉત્સાદ ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ, 1951ના રોજ મુંબઇમાં થયો હતો. તેમના પિતા ઉત્સાદ અલ્લાહ રખાં પ્રખ્યાત તબલા વાદક હતા. તેમણે મુંબઇને સેન્ટ માઇકલ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ સે્ટ ઝેવિયર્સ કોલેજ માંથી ગ્રેજ્યુએટ થયા હતા. પિતા પાસેથી નાનપણ થી તબલા વગાડવાનું શિખ્યા અને અભ્યાસ પુરો કરવાની પહેલા જ કોન્સર્ટ કરવા લાગ્યા હતા.
તેમણે 12 વર્ષની ઉંમર અમેરિકામાં તેમનું પ્રથમ પર્ફોર્મન્સ આપ્યું હતું. આ માટે તેમને 5 રૂપિયા મળ્યા હતા. જો કે ત્યારબાદ તબલા વાદક તરીકે તેઓ દુનિયાભરમાં પ્રખ્યાત થયા. તેમના તબલા વાદનના દેશ અને દુનિયામાં લાખો ચાહકો છે. મીડિયા રિપોર્ટ અનુસાર માત્ર 5 રૂપિયાથી તબલા વાદન શરૂ કરનાર ઝાકિર હુસૈન એક કોન્સર્ટ માટે 5 થી 10 લાખ રૂપિયા ચાર્જ કરતા હતા.
તબલા વાદક ઝાકિર હુસૈન સંગીતના ધનિક હોવાની સાથે સાથે પૈસા સંપત્તિ મામલે પણ ઘણા આગળ છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઝાકિર હુસૈન પાસે લગભગ 1 મિલિયન ડોલરની નેટવર્થ હોવાનું કહેવાય છે. જો ભારતીય ચલણમાં કરીયે તો તેમની પાસે 8.48 કરોડ રૂપિયા જેટલી સંપત્તિ છે. તેઓ તબલા વાદનના કાર્યક્રમ ઉપરાંત અને સ્ત્રોત માંથી પણ કમાણી કરતા હતા. તમને જણાવી દઇયે કે, 22 વર્ષની ઉંરે વર્ષ 1973માં તેમણે પોતાનું પ્રથમ આલ્બમ – લિવિંગ ઇન ધ મેટેરિયલ વર્લ્ડ લોન્ચ કર્યુ હતુ, જે ખુબ જ પ્રખ્યાત થયું હતું.
ઝાહિક હુસૈન પદ્મ પુરસ્કારથી સમ્માનિત
ઝાકિસ હુસૈને તબલા વાદન સાથે સાથે એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો છે. તેમણે 12 ફિલ્મોમાં એક્ટિંગ કરી છે. માત્ર 5 રૂપિયાથી કરિયર શરૂ કરનાર ઝાકિર હુસૈન તબલા વાદનથી દેશ અને દુનિયામાં બહુ પ્રખ્યાત થયા છે. તેમને 5 ગ્રેમી એવોર્ડ્સ મળ્યા છે. ઉપરાંત ભારત સરકાર તરફથી 1988માં પદ્મશ્રી અને 2002માં પદ્મ ભૂષણ ત્યારબાદ વર્ષ 2023માં પદ્મ વિભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરવાાં આવ્યા હતા.
ઝાકિર હુસૈનના પરિવારમાં કોણ કોણ છે?દિવંગત તબલા વાદક ઝાકિર હુસૈનના નિધન બાદ હવે તેમના પરિવારમાં તેમની પત્ની એન્ટોનિયા મિનેકોલા અને બે દિકરી છે. તેમની પત્ની એન્ટોનિયા મિનેકોલા ઇતાલવી અમેરિકન છે અને ડાન્સર પણ છે. એન્ટોનિયા મિનેકોલા એ પ્રખ્યાત દિવંગત સિતારા દેવીના શિષ્ય છે અને તેમની પાસેથી નૃત્યની તાલીમ લીધી છે. તેમની બે દિકરીના નામ અનીસા કુરેશી અને ઇસાબેલા કુરેશી છે.





