'ઝરા હટકે ઝરા બચકે' ફિલ્મે ચોથા દિવસે કરી આટલા કરોડની કમાણી, જાણો ફિલ્મનું કુલ કલેક્શન

Zara Hatke Zara Bachke Collection Day 4 : સારા-વિકી લોકો પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહ્યા છે. આ સાથે તેને ઓપનિંગ ડે પર 5.49 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે હવે 'ઝરા હટકે ઝરા બચકે' ફિલ્મના ચોથા દિવસના કમાણીના આંકડા સામે આવી ગયા છે.

Zara Hatke Zara Bachke Collection Day 4 : સારા-વિકી લોકો પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહ્યા છે. આ સાથે તેને ઓપનિંગ ડે પર 5.49 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે હવે 'ઝરા હટકે ઝરા બચકે' ફિલ્મના ચોથા દિવસના કમાણીના આંકડા સામે આવી ગયા છે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Vicky kaushal and sara ali khan Photo News

વિકી કૌશલ અને સારા અલી ખાન ફાઇલ તસવીર (ફોટો ક્રેડિટ ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ)

વિકી કૌશલ અને સારા અલી ખાન સ્ટારર 'ઝરા હટકે ઝરા બચકે'2 જુનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. સારા-વિકી લોકો પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહ્યા છે. આ સાથે તેને ઓપનિંગ ડે પર 5.49 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે 'ઝરા હટકે ઝરા બચકે' ફિલ્મે ત્રીજા દિવસના બોક્સ ઓફિસ પર 9.90 કરોડની કમાણી કરી હતી. ત્યારે હવે આ ફિલ્મના ચોથા દિવસનો કમાણીનો આંકડો સામે આવી ગયા છે.

Advertisment

સારા-વિકીની ફિલ્મ 'ઝરા હટકે ઝરા બચકે'ની કમાણીમાં ચોથા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વિટ કરીને 'ઝરા હટકે ઝરા બચકે'ના બોક્સ ઓફિસ કલેક્શન વિશે માહિતી આપતા લખ્યું કે, ફિલ્મ… શુક્ર 5.49 કરોડ, શનિ 7.20 કરોડ, રવિ 9.90 કરોડ, સોમ 4.14 કરોડ. કુલ: ₹26.73 કરોડ. #IndiaBiz."

ફિલ્મ જોવી કે નહીં મૂંઝવણમાં છો?

જો તમને કોમેડી ફિલ્મો જોવાનું ગમતું હોય તો તમે આ ફિલ્મ ચોક્કસ જોઈ શકો છો. તમે તેને વિકી કૌશલ અને સારા અલી ખાનની જોડીની કેમેસ્ટ્રી માટે તક આપી શકો છો. જો તમે ઈન્દોર ન જોયું હોય અને તમારી પાસે મધ્યપ્રદેશ જવા માટેનું બજેટ ન હોય તો તમે ચોક્કસપણે થિયેટરમાં જઈને એમપી જોઈ શકો છો.

Advertisment

ફિલ્મનું મ્યુઝિક આ સ્ટોરીનો પ્લસ પોઈન્ટ છે. સચિન-જીગર અને અમિતાભ ભટ્ટાચાર્યએ ચાર શાનદાર ગીતો સાથે તેમને આપવામાં આવેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ પ્રભાવશાળી છે. સિનેમેટોગ્રાફી વિશે વાત કરીએ તો, સિનેમેટોગ્રાફર રાઘવે મધ્યપ્રદેશને પોતાના લેન્સથી એટલી સુંદર રીતે શૂટ કર્યું છે કે સ્ટોરી કરતાં ઈન્દોર વધુ યાદ આવે છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ