‘ઝરા હટકે ઝરા બચકે’ ફિલ્મે 9માં દિવસે 50 કરોડનો આકંડો પાર કર્યો, જાણો ફિલ્મનું કુલ કલેક્શન

Zara Hatke Zara Bachke Collection Day 9 : સારા-વિકી લોકો પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહ્યા છે. આ સાથે તેને ઓપનિંગ ડે પર 5.49 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે હવે 'ઝરા હટકે ઝરા બચકે' ફિલ્મના 9માં દિવસના કમાણીના આંકડા સામે આવી ગયા છે.

Written by mansi bhuva
June 11, 2023 17:08 IST
‘ઝરા હટકે ઝરા બચકે’ ફિલ્મે 9માં દિવસે 50 કરોડનો આકંડો પાર કર્યો, જાણો ફિલ્મનું કુલ કલેક્શન
'ઝરા હટકે ઝરા બચકે' ફિલ્મે 9માં દિવસે 50 કરોડનો આકંડો પાર કર્યો

2 જૂનના રોજ રિલીઝ થઈ ત્યારથી, લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત ફિલ્મે વિશ્વભરમાં લગભગ રૂ. 59.9 કરોડનું કલેક્શન કર્યું છે, જેમાં ભારતમાં રૂ. 46.53 કરોડનો સમાવેશ થાય છે, તેમ ઇન્ડસ્ટ્રીના ટ્રેકર સેકનિલ્ક દ્વારા અહેવાલ છે. બીજા શનિવારે તેણે રૂ. 5.76 કરોડની કમાણી કરી હતી જ્યારે રવિવારે (11 જૂન) લગભગ રૂ. 6.50 કરોડની કમાણી થવાની ધારણા હતી.

વિકી કૌશલ અને સારા અલી ખાન સ્ટારર ‘ઝરા હટકે ઝરા બચકે’2 જુનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી. સારા-વિકી લોકો પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહ્યા છે. આ સાથે તેને ઓપનિંગ ડે પર 5.49 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે ‘ઝરા હટકે ઝરા બચકે’ ફિલ્મે બે અઠવાડિયામાં લગભગ 59.9 કરોડનું કલેક્શન કર્યું હોવાના સમાચાક સામે આવ્યાં છે. ટ્રેક સેકનિલ્ક અનુસાર, ઝરા હટકે ઝરા બચકે ફિલ્મે બોક્સ ઓફિસ પર 46.53 કરોડની કમાણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, બીજા શનિવારે ફિલ્મની રૂ. 5.76 કરોડની કમાણી કરી હતી. ત્યારે રવિવારે (11 જૂન) લગભગ રૂ. 6.50 કરોડની કમાણી થવાની ધારણા હતી.

ફિલ્મે બીજા સપ્તાહના અંતે કમાણીમાં નોંધપાત્ર વધારો કર્યો . શનિવારે રૂ. 7.2 કરોડ અને રવિવારે રૂ. 9.9 કરોડના કલેક્શન સાથે, ફિલ્મે પ્રથમ સપ્તાહના અંતે પ્રભાવશાળી કલેક્શન નોંધાવ્યું હતું.

જો કે, છેલ્લા સપ્તાહ દરમિયાન આંકડામાં રૂ. 4 કરોડનો ઘટાડો થયો હતો, પરિણામે પ્રથમ સપ્તાહમાં રૂ. 37.35 કરોડનું કલેક્શન થયું હતું. તેમ છતાં, આ સપ્તાહના અંતે ફિલ્મે ફરી વેગ પકડ્યો. જેને પગલે નિર્માતાઓના મનમાં નવી આશા જાગી છે.

ફિલ્મની તેણીની સમીક્ષામાં, ધ ઈન્ડિયન એક્સપ્રેસની શુભ્રા ગુપ્તાએ લખ્યું છે કે ઝરા હટકે ઝરા બચકે “તેના બીજા ભાગમાં ટોનલ સ્વિચ છે, જે અધોગતિશીલ ભાવનાત્મકતામાં ડૂબેલા પ્લોટ ટ્વિસ્ટને રજૂ કરે છે, અને સમગ્ર બાબતમાં એક નીરસ કલ્ટિશ સ્તર” ઉમેરે છે. .

જો તમને કોમેડી ફિલ્મો જોવાનું ગમતું હોય તો તમે આ ફિલ્મ ચોક્કસ જોઈ શકો છો. તમે તેને વિકી કૌશલ અને સારા અલી ખાનની જોડીની કેમેસ્ટ્રી માટે તક આપી શકો છો. જો તમે ઈન્દોર ન જોયું હોય અને તમારી પાસે મધ્યપ્રદેશ જવા માટેનું બજેટ ન હોય તો તમે ચોક્કસપણે થિયેટરમાં જઈને એમપી જોઈ શકો છો.

આ પણ વાંચો: રૂબીના દિલાઇકના કાર અક્સ્માત મામલે પતિ અભિનવે બેદરકાર ટ્રક ડ્રાઇવર સામે કડક કાર્યવાહીની કરી માંગ, જાણો એક્ટ્રેસની હેલ્થ વિશે

ફિલ્મનું મ્યુઝિક આ સ્ટોરીનો પ્લસ પોઈન્ટ છે. સચિન-જીગર અને અમિતાભ ભટ્ટાચાર્યએ ચાર શાનદાર ગીતો સાથે તેમને આપવામાં આવેલી જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. ફિલ્મનો બેકગ્રાઉન્ડ સ્કોર પણ પ્રભાવશાળી છે. સિનેમેટોગ્રાફી વિશે વાત કરીએ તો, સિનેમેટોગ્રાફર રાઘવે મધ્યપ્રદેશને પોતાના લેન્સથી એટલી સુંદર રીતે શૂટ કર્યું છે કે સ્ટોરી કરતાં ઈન્દોર વધુ યાદ આવે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં જાણો બોલિવૂડ, હોલીવુડ, OTT, સેલેબ્સ અને અન્ય વધુ રસપ્રદ મનોરંજન સમાચાર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ