Zeenat Aman : બૉલિવૂડની પીઢ અભિનેત્રીઓમાંની એક ઝીનત અમાન આ દિવસોમાં સતત ચર્ચામાં છે. થોડા સમય પહેલા એક્ટ્રેસે લિવ ઇન મુદ્દે પોતાનો અભિપ્રાય આપી બધાને દંગ કરી દીધા હતા. ઝીનત અમાને યંગ જનરેશનને લગ્ન જેવું મોટું પગલુ ભરતા પહેલાં લિવ ઇન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી હતી. આ પછી સાયરા બાનો, સોની રાજદાન, મુમતાજ સહિત મુકેશ ખન્ના ભડકી ઉઠ્યા હતા. ઝીનત અમાનનું જીવન ઘણા સંઘર્ષ અને કઠિન ભર્યું હતું. આજે અમે તમને આ અહેવાલમાં જીનત અમાનની રિયલ સ્ટોરી જણાવીશું.
70-80ના દાયકામાં પોતાની બોલ્ડનેસથી લોકો વચ્ચે અલગ ઓળખ બનાવનારી ઝીનત અમાનને આ તમામ લોકોએ ખુબ ખરીખોટી પણ સંભળાવી હતી. તેઓએ કહ્યું હતું કે, લગ્ન વિશે જ્ઞાન આપનારી ઝીનત અમાન ખુદ વૈવાહિક જીવનમાં સફળ થઇ નથી. ઝીનત અમાનના પહેલા લગ્ન 1 વર્ષ પણ ટક્યા નથી. જ્યારે બીજા લગ્ન 12 વર્ષ સુધી ચાલ્યા. તો ત્રીજા લગ્ન જીવનમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા હતા.
ઝીનત અમાને વર્ષ 1978માં સંજય ખાન સાથે લગ્ન કર્યા હતા. ફિલ્મ અબ્દુલાના સેટ પર બંનેને એકબીજાથી પ્રેમ થઇ ગયો હતો. સંજય ખાન પહેલાથી પરિણીત હતો અને તેના બે બાળકો પણ હતા છતાં એક્ટરે ઝીનત સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ઝીનત અમાન અને સંજય ખાનનું લગ્ન જીવન લાંબુ ટકી શક્યું નહીં.
સંજય ખાને ઝીનત અમાન પર બી.આર.ચોપરા સંગ અફેરનો આરોપ લગાવ્યો અને તેની મારપીટ કરતો હતો. સંજયે ઝીનતને એટલી ક્રૂરતાથી મારી હતી કે તેનો ચહેરો ખરાબ થઇ ગયો હતો. એવું કહેવાય છે કે, ઝીનત અમાનની લીગલ ટીમે કહ્યું હતું કે સંજય ખાન વિરૂદ્ધ એક્શન લેશે. જો કે ઝીનત અમાન કહ્યું કે તે સંજયને પ્રેમ કરે છે અને તે એવું કરી શકે નહીં.
આ પછી ઝીનત અમાને તેની જીંદગીમાં આગળ વધી અને વર્ષ 1985માં મઝહર ખાનને તેનો જીવનસાથી બનાવ્યો. ઝીનત અમાનની મઝહર ખાન સાથે એક પાર્ટીમાં મુલાકાત થઇ હતી. મઝહર ખાન પહેલેથી ડિવોર્સી હતો. ઝીનત અમાનની માતા પહેલેથી મઝહર સાથે તેના લગ્નની વિરૂદ્ધ હતી, પરંતુ ઝીનતે તેની માંની વાત ફગાવી દીધી.
ઝીનત અમાન તે સમયે કરિયરના પીક પર હતી જ્યારે મઝહર ફિલ્મોમાં નાના-મોટા રોલ કરી ગુજારો કરતો હતો. તે જ ઝીનત અમાને જણાવ્યું હતું કે, તેણે મઝહર સાથે લગ્ન કરવાનો નિર્ણય માત્ર માતા બનવા માટે લીધો હતો.
આ લગ્નથી ઝીનતે 2 પુત્રોને જન્મ આપ્યો હતો. ધીમે-ધીમે મઝહર ખાનને પત્ની ઝીનતની કામયાબી ખટકવા લાગી. મઝહરે ઝીનતને કહ્યું કે તે ફિલ્મોમાં કામ કરવાનું છોડી બાળકો અને પરિવાર પર ઘ્યાન આપે. આ પછી ઝીનત અમાને ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું.
મઝહર ખાનને ડ્રગ્સની લત્ત પડી ગઇ અને ધીમે-ધીમે ઝીનત અહેસાસ થવા લાગ્યો કે તેણે મઝહર ખાન સાથે લગ્ન કરી મોટી ભૂલ કરી દીધી છે. તેથી ઝીનત અમાન 12 વર્ષ પછી મઝહર ખાનથી અલગ થઇ ગઇ. મઝહર ખાનનું નિધન 16 સપ્ટેમ્બર 1998માં થયું ત્યારે તેના પરિજનોએ ઝીનત અમાનને અંતિમવાર મઝહરને મળવા દીધા ન્હોતા.
ઝીનત અમાને વર્ષ 2012માં અમન ખન્ના ઉર્ફ સરફરાઝ ઝફર અહસન સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. આ લગ્ન પણ ખુબ ચર્ચામાં રહ્યા. કારણ કે ત્યારે ઝીનત અમાન 59 વર્ષની હતી જ્યારે સરફરાઝ માત્ર 33 વર્ષનો હતો. જો કે ઝીનત અમાનના ત્રીજા લગ્ન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. ઝીનત અમાને આ લગ્ન તોડી સરફરાઝ પર રેપ અને ધોખાધડિ સહિત આરોપ લગાવ્યા હતા. ઝીનતા આરોપને પગલે પોલીસે સરફરાઝની ધરપકડ કરી લીધી હતી.
ઝીનત અમાને બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. આ ફિલ્મોમાં ‘સત્યમ શિવમ સુંદરમ’, ‘ડોન’, ‘હરે રામા હરે કૃષ્ણ’, ‘યાદો કી બારાત’, ‘ધરમવીર’, ‘દોસ્તાના’, ‘હીરા પન્ના’ અને ‘લાવારિસ’ અને અન્ય ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે.Hanuman Jayanti 2024 : આ એક્ટર્સ બજરંગ બલી હનુમાનની ભૂમિકા નિભાવી થયા ફેમસ, એકની ધરે-ઘરે પૂજા





