'જિંદા બંદા ગીત'એ રચ્યો ઇતિહાસ, 24 કલાકમાં આ ગીતને દર્શકોનો અપાર પ્રેમ, આ વર્ષનું સૌથી વઘુ વ્યૂઝ મેળવનાર હિંદી ગીત બન્યું

Zinda Banda Song : શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનનું પ્રથમ ગીત જિંદા બંદા ગીત 31 જૂલાઇના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતુ. હવે જિંદા બંદા ગીત અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ સમાચાર સાંભળીને ફેન્સ ખુશ થઇ જશે.

Zinda Banda Song : શાહરૂખ ખાનની આગામી ફિલ્મ જવાનનું પ્રથમ ગીત જિંદા બંદા ગીત 31 જૂલાઇના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતુ. હવે જિંદા બંદા ગીત અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ સમાચાર સાંભળીને ફેન્સ ખુશ થઇ જશે.

author-image
mansi bhuva
પર અપડેટ કર્યું
New Update
Zinda Banda Song | Zinda Banda Song Singer | jawan Movie Release Date | Shah Rukh Khan

Zinda Banda Song | જિંદા બંદા ગીત જવાન મુવી રિલીઝ ડેટ શાહરૂખ ખાન

Zinda Banda Song : બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાન ફરી એક વખત મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. શાહરૂખ ખાન તેની આગામી બીજી મોટી ફિલ્મ ‘જવાન’ને કારણે સતત ચર્ચામાં છે. ફિલ્મ ‘પઠાણ’ બાદ ફેન્સ શાહરૂખ ખાનની આ વર્ષની બીજી ફિલ્મ ‘જવાન’ને લઈને ભારે એક્સાઈટેડ છે. ત્યારે જવાનનું પહેલું ગીત ‘જિંદા બંદા’નું પહેલું ગીત 31 જુલાઇના રોજ રિલીઝ કરી દેવાયું છે. ચોતરફ આ ગીતની ધૂમ છે. લોકોને જિંદા બંદા ગીત એટલું પસંદ આવ્યું છે કે તેને આ વર્ષમાં સૌથી વધુ વ્યૂઝ મળ્યાં છે.

Advertisment

‘જિંદા બંદા’એ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે. કિંગ ખાને સોમવારે સવારે જ આ ફિલ્મના ગીતને રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. આ ગીતમાં શાહરૂખ ખાન એટલો દમદાર લાગી રહ્યો છે કે માત્ર એક દિવસમાં જ ગીતને 46 મિલિયન વ્યૂઝ મળી ગયા છે. આ ગીત વિશે બીજી એક નવાઇની વાત એ પણ છે કે, આ ગીત પર લગભગ 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમજ આ ગીતમાં 1,000 કરતાં વધુ ડાન્સર્સે ભાગ લીધો છે. શાહરૂખ ખાને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ગીત રિલીઝ કર્યું છે.

આ પણ વાંચો : Nitin Desai Suicide : દેવદાસ અને લગાન જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ડીરેક્ટર નિતિન દેસાઈએ કરી આત્મહત્યા

આ ગીતમાં અનિરૂદ્ધના ફૂટ ટેપિંગ મ્યૂઝિક અને ઇરશાદના બોલે જાન ફૂંકી છે. આ સાથે કિંગ ખાનની અદ્ભૂત એનર્જી અને ઉત્સાહે આ ગીતમાં ચાર ચાંદ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનિરૂદ્ધ તેના શ્રેષ્ઠ મ્યૂઝિક માટે જાણીતો છે. આ વાત પર તમને ગીત સાંભળીને વિશ્વાસ થઇ જશે. તો બીજી તરફ આ ગીતને મશહૂર કોરિયોગ્રાફર શોબીએ કોરિયોગ્રાફ કર્યું છે.

Advertisment
https://www.instagram.com/p/CvWmL5oojIu/?hl=en

ફેમસ મ્યૂઝિશિયન અનિરૂદ્ધે ‘જિંદા બંદા’એ ગીત રિલીઝ કર્યા પછી ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, જિંદા બંદા મારા દિલની ખુબ જ નજીક છે. કારણ કે આ ફિલ્મ માટે મારા દ્વારા કંપોઝ કરાયેલું પ્રથમ ગીત છે. આ સાથે મેં પહેલીવાર શાહરૂખ ખાન માટે કંઇક સર્જન કર્યું છે, તેના સ્ટારડમ સાથે ન્યાય કરવો મારું લક્ષ્ય હતું.

વધુમાં અનિરૂદ્ધે કહ્યું હતું કે, આટલા પ્રતિભાશાળી કલાકારો અને ક્રૂ સાથે કામ કરવું ખરેખર શાનદાર હતું. તેમજ આ ફિલ્મ માટે ત્રણ ભાષાઓમાં આલ્બમ બનાવવો સ્વાભાવિકપણ પડકારજનક હતું, પરંતુ ક્રિએટિવલી સંતોષકારક યાત્રા રહી.

આ પણ વાંચો: Fardeen Khan Natasha Divorce : લગ્નજીવનના 18 વર્ષ બાદ ફરદીન ખાન અને નતાશાના છૂટાછેટા, શું છે કારણ?

મહત્વનું છે કે, જવાન મોટો ધમાકો કરશે તેવું લાગી રહ્યું છે. કારણ કે આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર કમલ હાસનથી લઈને પીઢ અભિનેતા વિજય સેતુપતિ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સિવાય પ્રિવ્યૂમાં સાન્યા મલ્હોત્રા અને દીપિકા પાદુકોણની ઝલક પણ જોવા મળી છે. જવાનમાં શાહરૂખ ખાન એક અલગ જ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ celebrities મનોરંજન ન્યૂઝ