/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/07/કિયારા-અડવાણી-અને-કાર્તિક-આર્યનની-કમાલની-કેમેસ્ટ્રી-2023-07-31T153939.690.jpg)
Zinda Banda Song | જિંદા બંદા ગીત જવાન મુવી રિલીઝ ડેટ શાહરૂખ ખાન
Zinda Banda Song : બોલિવૂડ કિંગ ખાન શાહરૂખ ખાન ફરી એક વખત મોટા પડદા પર ધમાલ મચાવવા માટે તૈયાર છે. શાહરૂખ ખાન તેની આગામી બીજી મોટી ફિલ્મ 'જવાન'ને કારણે સતત ચર્ચામાં છે. ફિલ્મ ‘પઠાણ’ બાદ ફેન્સ શાહરૂખ ખાનની આ વર્ષની બીજી ફિલ્મ ‘જવાન’ને લઈને ભારે એક્સાઈટેડ છે. ત્યારે જવાનનું પહેલું ગીત ‘જિંદા બંદા’નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે જેમાં શાહરૂખ ખાન જબરદસ્ત લુકમાં જોવા મળી રહ્યો છે.
‘જિંદા બંદા’એ ગીત રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે. કિંગ ખાને સોમવારે સવારે જ આ ફિલ્મના ગીતને રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી ચાહકો આ ગીતના રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ગીતમાં શાહરૂખ ખાન એટલો દમદાર લાગી રહ્યો છે કે ચાહકો તેને જોઇને પ્રફુલ્લિત થઇ જશે. આ ગીત વિશે બીજી એક નવાઇની વાત એ પણ છે કે, આ ગીત પર લગભગ 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમજ આ ગીતમાં 1,000 કરતાં વધુ ડાન્સર્સે ભાગ લીધો છે. શાહરૂખ ખાને પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ ગીત રિલીઝ કર્યું છે.
આ ગીતમાં અનિરૂદ્ધના ફૂટ ટેપિંગ મ્યૂઝિક અને ઇરશાદના બોલે જાન ફૂંકી છે. આ સાથે કિંગ ખાનની એનર્જી અને ઉત્સાહે આ ગીતમાં ચાર ચાંદ લગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનિરૂદ્ધ તેના શ્રેષ્ઠ મ્યૂઝિક માટે જાણીતો છે. આ વાત પર તમને ગીત સાંભળીને વિશ્વાસ થઇ જશે. તો બીજી તરફ આ ગીતને મશહૂર કોરિયોગ્રાફર શોબીએ કોરિયોગ્રાફર કર્યો છે.
ફેમસ મ્યૂઝિશિયન અનિરૂદ્ધે ‘જિંદા બંદા’એ ગીત રિલીઝ કર્યા પછી ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, જિંદા બંદા મારા દિલની ખુબ જ નજીક છે. કારણ કે આ ફિલ્મ માટે મારા દ્વારા કંપોઝ કરાયેલું પ્રથમ ગીત છે. આ સાથે મેં પહેલીવાર શાહરૂખ ખાન માટે કંઇક સર્જન કર્યું છે, તેના સ્ટારડમ સાથે ન્યાય કરવો મારું લક્ષ્ય હતું.
વધુમાં અનિરૂદ્ધે કહ્યું હતું કે, આટલા પ્રતિભાશાળી કલાકારો અને ક્રૂ સાથે કામ કરવું ખરેખર શાનદાર હતું. તેમજ આ ફિલ્મ માટે ત્રણ ભાષાઓમાં આલ્બમ બનાવવો સ્વાભાવિકપણ પડકારજનક હતું, પરંતુ ક્રિએટિવલી સંતોષકારક યાત્રા રહી.
મહત્વનું છે કે, જવાન મોટો ધમાકો કરશે તેવું લાગી રહ્યું છે. કારણ કે આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર કમલ હાસનથી લઈને પીઢ અભિનેતા વિજય સેતુપતિ પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ સિવાય પ્રિવ્યૂમાં સાન્યા મલ્હોત્રા અને દીપિકા પાદુકોણની ઝલક પણ જોવા મળી છે. જવાનમાં શાહરૂખ ખાન એક અલગ જ અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)

Follow Us