Zubeen Garg Death Case | સિંગર ઝુબીન ગર્ગ (Zubeen Garg) ના મૃત્યુની ચાલી રહેલી તપાસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસે ગાયકના કઝીન અને આસામ પોલીસ સર્વિસના અધિકારી સંદીપન ગર્ગની ધરપકડ કરી છે, જે ગાયક સાથે સિંગાપોરમાં યાટ પર હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું.
ઝુબીન ગર્ગ કેસમાં CID એ અત્યાર સુધીમાં આ કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી છે, જેમાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝર શ્યામકાનુ મહંત, ઝુબીન ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્મા, ઝુબીનના બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામી અને સહ-ગાયિકા અમૃતપ્રભા મહંતનો સમાવેશ થાય છે.
સંદીપન ગર્ગની પૂછપરછ બાદ ધરપકડ
CID દ્વારા અનેક પૂછપરછ બાદ સંદીપન ગર્ગની ધરપકડ હતી. ઝુબીન ગર્ગ ના ઘણા નજીકના સાથીઓની પણ અગાઉ પૂછપરછ કરવામાં આવી હતી એવી સમાચાર સામે આવ્યા છે. સંદીપન ગર્ગને આજે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઝુબીનને ઝેર આપવાનો આરોપ લગાવનારા સંદીપન ગર્ગ પહેલા પોલીસે આ કેસમાં ચાર અન્ય લોકોની ધરપકડ કરી હતી. શેખર જ્યોતિ ગોસ્વામીએ આરોપ લગાવ્યો હતો કે ગાયકના મેનેજર અને સિંગાપોરમાં એક કાર્યક્રમના આયોજકે જ્યાં તેમનું પ્રદર્શન થવાનું હતું, ત્યાં તેમને ઝેર આપ્યું હતું. તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ ઘટના છુપાવવા માટે ખાસ વિદેશી સ્થળ પસંદ કર્યું હતું.
ઝુબીન ગર્ગ અવસાન
આસામી સિંગર ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બરના રોજ સિંગાપોરના એક ટાપુ પાસે તરતા સમયે અવસાન થયું હતું. તેઓ નોર્થઈસ્ટ ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવા માટે સિંગાપોરમાં હતા અને બોટ ટ્રીપ પર ગયા હતા. તેના મૃત્યુ બાદ તેના મૃતદેહને દિલ્હી અને પછી આસામ લાવવામાં આવ્યું હતું. બીજા પોસ્ટમોર્ટમ બાદ તેના સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.