scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઉષા રાડા સહિત 12 IPS અધિકારીઓની બદલી

IPS Officers Transferred – ઉષા રાડાને SRP ગ્રુપ 11ની જવાબદારી આપવામાં આવી, મુકેશ પટેલને CID ક્રાઈમમાં DIGની જવાબદારી

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ઉષા રાડા સહિત 12 IPS અધિકારીઓની બદલી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા IPS અધિકારીઓની બદલી કરવામાં આવી ( પ્રતિકાત્મક તસવીર)

IPS Officers Transferred – ગુજરાતમાં હવે એક-બે દિવસમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થવાની શક્યતા છે. આ પહેલા રાજ્યમાં સતત બદલીનો દોર યથાવત છે. રાજ્યમાં 12 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ઉષા રાડાનો પણ સમાવેશ થાય છે. ઉષા રાડાને SRP ગ્રુપ 11ની જવાબદારી આપવામાં આવી છે.

રાજ્યમાં 12 આઈપીએસની બદલી

એનએન ચૌધરી – અમદાવાદના ટ્રાફિકના એડિ. કમિશનરની જવાબદારી
એજી ચૌહાણ – સ્ટેટ પોલીસ એકેડમી કરાઈ
આરટી સુસરા – હજીરામાં મરિન ટાસ્કફોર્સના SP
ઉષા રાડા – SRP ગ્રુપ 11ની જવાબદારી
હર્ષદકુમાર પટેલ – પોલીસ એમ ટી ડિપાર્ટમેન્ટ ગાંધીનગર 
મુકેશકુમાર પટેલ – CID ક્રાઈમમાં DIG
પિનાકિન પરમાર – સુરતના DCP ઝોન 3ની જવાબદારી
બલદેવ સિંહ વાઘેલા – અમદાવાદ શહેર ટ્રાફિકમાં DCP
હેતલ પટેલ – સુરત સ્પેશિયલ બ્રાંચના DCP
કોમલબેન વ્યાસ – અમદાવાદ કંટ્રોલરૂમ
કાનન દેસાઇ – અમદાવાદ ઝોન-4ના નવા DCP
ભક્તિ ઠાકર – સુરત ઝોન-1ના નવા DCP

આ પણ વાંચો – મહેસાણામાં સીટી બસમાંથી મહિલા મુસાફર નીચે પટકાતા થયું મોત, ઘટના CCTVમાં કેદ

આ પહેલા રાજ્યમાં બિન હથિયારી 27 PIની બદલી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યમાં તાજેતરમાં જ બિન હથિયારી 76 DySPની બદલી કરવામાં આવી હતી. આ પહેલા મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. આ અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરાઇ હતી

Web Title: 12 ips officers transferred ahead of gujarat assembly elections

Best of Express