IPS Officers Transferred – ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. દિવાળીના દિવસે ગૃહવિભાગે રાજ્યમાં કુલ 17 સિનિયર IPS અધિકારીઓની બદલીના આદેશ આપ્યા છે. અમદાવાદમાં સેક્ટર વન તરીકે નીરજ બડગુર્જર અને સેક્ટર 2 માં ભરાડાની નિમણૂક કરવામાં આવી છે.
સુરત રેન્જમાં DIG તરીકે પિયુષ પટેલનની નિમણુક કરાઇ છે. વડોદરા રેન્જમાં DIG તરીકે સંદિપસિંઘ, ભાવનગર રેન્જના DIG તરીકે ગૌતમ પરમાર, જૂનાગઢ રેન્જના DIG તરીકે મયંકસિંહ ચાવડાને મૂકવામાં આવ્યા છે. રાજકોટ રેન્જના DIG તરીકે અશોક યાદવની નિમણુક કરવામાં આવી છે.
રાજ્યના 17 આઈપીએસની બદલી
- રાજકુમાર પાંડિયન – અમદાવાદ રેલવેના ADGP
- ખુરશીદ એહમદ – પ્લાનિંગ અને મોર્ડનાઈઝેશનમાં ADG
- પિયુષ પટેલ – સુરતના રેન્જ IG
- અજય ચૌધરી – અમદાવાદ સ્પેશિયલ બ્રાન્ચના JCP
- એમ.એ.ચાવડા – જૂનાગઢના IG તરીકે બદલી
- અશોક યાદવ – રાજકોટના રેન્જ IG
- સંદીપ સિંઘ – વડોદરાના રેન્જ IG
- ગૌતમ પરમાર – ભાવનગર રેન્જ IG
- ડી.એચ.પરમાર – સુરતના JCP
- એમ.એસ.ભરાડા – અમદાવાદ સેક્ટર-2 એડિશનલ CP
- ચિરાગ કોરડિયા – પંચમહાલ રેન્જ DIG
- મનોજ નિનામા – વડોદરામાં ક્રાઈમ અને ટ્રાફિકના એડિશનલ CP
- એ.જી.ચૌહાણ – અમદાવાદ ટ્રાફિકમાં એડિશનલ CP
- આર.વી.અસારી – ઈન્ટેલિજન્સમાં DIG
- કે.એન.ડામોર – સુરત સેક્ટર-2માં એડિશનલ CP
- સૌરભ તોલંબિયા – રાજકોટમાં ટ્રાફિક એડિશનલ CP
- નિરજ બડગુર્જર – DIG તરીકે બઢતી અપાઈ, અમદાવાદ સેક્ટર-1 એડિશનલ CPની જવાબદારી
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તાજેતરમાં જ બિન હથિયારી 76 DySPની બદલી કરવામાં આવી હતી. આ પહેલા મામલતદાર કક્ષાના 24 અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. આ અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરાઇ હતી