/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/suicide-in-Banaskantha.jpg)
ગુજરાત રાજ્યમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી (પ્રતિકાત્મક તસવીર)
Mass Suicide : ગુજરાત રાજ્યમાં વધુ એક સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના નાની ભટામલ ગામે રહેતી પરિણીતાએ તેનાં બે સંતાનો અને સાસુ સાથે મળી દાંતીવાડા ડેમમાં ઝંપલાવી સામૂહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકોમાં સાસુ, વહુ, દીકરી અને દીકરાનો સમાવેશ થાય છે. એક જ પરિવારના ચાર લોકોએ આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોએ ચારે લોકોને ડેમમાથી બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતાં સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ તમામ મૃતદેહોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો - સુરતમાં ચકચારી ઘટના, પરિવારની સામૂહિક આત્મહત્યા, સાત લોકોના મોત
જોકે હજુ સુધી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનાને પગલે સમગ્ર દાંતીવાડા પંથકમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.
સુરતમાં એક જ પરિવારના 7 સભ્યોએ આપઘાત કર્યો હતો
અઠવાડિયા પહેલા સુરતમાં એક જ પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં પતિ-પત્ની, માતા-પિતા, એક બાળક અને બે બાળકીઓના મોતથી પરિવારનો માળો વિખેરાયો હતો. સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના સી-2માં સોલંકી પરિવાર રહેતો હતો. મનિષ સોલંકી ફર્નિચરનો વ્યવસાય કરતા હતા. મનિષ સોલંકીએ પરિવારના છ સભ્યો એટલે કે પત્ની, માતા-પિતા અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us