5G સેવા લોન્ચ: ગુજરાતના આ 3 શહેરને મળશે પ્રથમ લાભ, શું છે 5જી સર્વિસ? શું થશે ફાયદો? જાણો બધુ જ

5g services launch in india : પીએમ મોદી (PM Modi) એ આજે દેશના 13 શહેરોમાં 5જી સેવા (5g services) શરૂ કરાવી છે. આ સાથે ગુજરાત (Gujarat) ના 3 શહેર અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar) અને જામનગર (Jamnagar) માં પણ આ સેવા શરૂ કરવામાં આવી. તો જોઈએ શું છે 5Gથી શું ફાયદો (5g benefit) થશે, 5જી સેવા, કેવી રીતે તે 3જી, 4જીથી અલગ રહેશે, કેવી હશે સ્પીડ (Speed) વગેરે વગેરે બધુ જ.

5g services launch in india : પીએમ મોદી (PM Modi) એ આજે દેશના 13 શહેરોમાં 5જી સેવા (5g services) શરૂ કરાવી છે. આ સાથે ગુજરાત (Gujarat) ના 3 શહેર અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar) અને જામનગર (Jamnagar) માં પણ આ સેવા શરૂ કરવામાં આવી. તો જોઈએ શું છે 5Gથી શું ફાયદો (5g benefit) થશે, 5જી સેવા, કેવી રીતે તે 3જી, 4જીથી અલગ રહેશે, કેવી હશે સ્પીડ (Speed) વગેરે વગેરે બધુ જ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update

ભારતના 13 શહેરો સહિત ગુજરાતના 3 શહેરમાં 5જી સેવા લોન્ચ

5g services launch in india : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના હસ્તે દેશમાં આજથી 5જી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ દેશમાં 13 શહેરોને 5જી સેવાનો લાભ મળશે. એટલે કે, 13 શહેરોના કરોડો લોકોને 5જી ઈન્ટરનેટ સ્પીડ (13 city 5g services) નો લાભ મળશે. આ શહેરોમાં ગુજરાત (Gujarat 3 cities 5g services) ના પણ 3 શહેરના પણ નામ છે. જેમાં અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar) અને જામનગર (Jamnagar)નો સમાવેશ થાય છે.

Advertisment

ગુજરાતના કયા 3 શહેરને મળશે 5જી સર્વિસનો લાભ

ગુજરાતના 3 શહેર અમદાવાદ, ગાંધીનગર અને જામનગરને સૌપ્રથમ 5જી સેવાનો લાભ મળશે. આ સિવાય દેશમાં ઉત્તર પ્રદેશમાં લખનઉ, દિલ્હી, મહારાષ્ટ્રમાં મુંબઈ અને પુના, તમિલનાડુમાં ચેન્નાઈ, પશ્ચિમ બંગાળમાં કલકત્તા, કર્ણાટકમાં બેંગ્લોર, હરિયાણા અને પંજાબમાં ચંદીગઢ તથા ગુરૂગ્રામ, તેલંગણામાં હૈદરાબાદને 5જી સેવાનો લાભ મળશે.

કેમ ગુજરાતના આ 3 શહેરની પસંદગી થઈ?

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે ગુજરાતના 3 શહેરોને 5જી સેવા માટે પસંદ કરવામાં આવ્યા છે. તો જોઈએ કેમ આ 3 શહેરોની પ્રથમ પસંદગી કરવામાં આવી છે. રાજ્યમાં અમદાવાદ સૌથી વધુ વસ્તી ધરાવતુ શહેર છે, તો જામનગર રિલાયન્સ, એસ્સાર સહિતની મોટી મોટી અનેક કંપનીઓનું હબ સાથે અહીં મોટો દરિયાકિનારો, બંદરો છે, જ્યારે ગાંધીનગરની પસંદગી રાજ્યના પાટનગર તરીકે કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

5G શું છે?

5G એ નેક્સ્ટ જનરેશનની મોબાઇલ નેટવર્ક ક્ષમતા છે જે હાઇ સ્પીડ પર ડેટાના મોટા સેટના ટ્રાન્સમિશનને સરળ બનાવી શકે છે. 3G અને 4G ની સરખામણીમાં 5Gમાં ઓછી વિલંબતા (ન્યૂનતમ લેટન્સી સાથે ચોક્કસ માત્રામાં ડેટા પર પ્રક્રિયા કરવાની ક્ષમતા) છે અને તે વિવિધ ક્ષેત્રોમાં વપરાશકર્તા અનુભવને વધારશે. 5Gમાં 4G કરતાં 10 ગણી ઝડપી ક્ષમતા છે. 5G રોલઆઉટથી માઇનિંગ, વેરહાઉસિંગ, ટેલિમેડિસિન અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં રિમોટ ડેટા મોનિટરિંગમાં વધુ વિકાસ થવાની અપેક્ષા છે.

Advertisment

5G સેવાથી સ્માર્ટફોન યુઝર્સ સહિત કોને કેવી રીતે થશે ફાયદો

એવું માનવામાં આવે છે કે, 5G ટેક્નોલોજી દ્વારા મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ 4G કરતા 10 ગણી વધારે હશે.

આરોગ્ય સેવાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ વધશે. જેમાં ટેલિમેડિસિન સાથે મેડિકલ ક્ષેત્રે રોબોટનો ઉપયોગ વધશે. દૂરના ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં પણ ટેક્નોલોજી દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગંભીર રોગોની સારવારની વ્યવસ્થા કરી શકાય છે.

હોટેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ રોબોટનો ઉપયોગ શક્ય બનશે.

તે વર્ચ્યુઅલ રિયાલિટીના ક્ષેત્રને આગળ વધારવામાં મદદ કરશે. આ દ્વારા વર્ચ્યુઅલ ટુરીઝમને પ્રોત્સાહન આપી શકાય છે.

કૃષિ ક્ષેત્રમાં ડ્રોનનો અસરકારક ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત, હવામાનની માહિતી વધુ સચોટ રીતે અનુમાન કરવામાં આવશે અને તેનો પ્રસાર હિતધારકો સુધી ઝડપી થશે.

શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં ઝડપી ઇન્ટરનેટ અને વધુ કનેક્ટિવિટી વધુ સારા અને ઝડપી પરિણામો આપવાનું શરૂ કરશે.

હાલમાં પ્રાયોગિક તબક્કે ચાલતી ડ્રાઇવર વિનાની કાર અને ડ્રાઇવર વિનાની મેટ્રોની કામગીરી હાથ ધરવામાં આવી શકે છે.

3G, 4G સેવાથી કેવી રીતે અલગ છે 5G સર્વિસ?

5G એ મોબાઇલ નેટવર્કની પાંચમી પેઢી છે જેમાં ખૂબ જ ઊંચી ઝડપે ડેટા ટ્રાન્સમિટ થાય છે. 3G અને 4G ની તુલનામાં, 5G ખૂબ ઓછા સમયમાં વિવિધ ક્ષેત્રોમાં યુઝર્સને સ્પીડનો અનુભવને કરાવશે. ઓછા સમયમાં, સંદેશ વિતરણની પ્રક્રિયા પુરી થશે.

5G રોલઆઉટ સાથે, ખાણકામ, વેરહાઉસિંગ, ટેલિમેડિસિન અને ઉત્પાદન સહિત વિવિધ ક્ષેત્રોમાં રિમોટ ડેટા મોનિટરિંગમાં વધુ વિકાસની અપેક્ષા છે.

5G સ્પેક્ટ્રમની હરાજીમાં કોણ કોણ સહભાગી હતા?

રિલાયન્સ જિયો, અદાણી ગ્રુપ, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં ભાગ લીધો હતો.

5G સ્પેક્ટ્રમની હરાજીથી સરકારને કેટલી આવક થઈ?

તાજેતરમાં યોજાયેલી સ્પેક્ટ્રમની હરાજીમાંથી ટેલિકોમ વિભાગને રૂ. 1.50 લાખ કરોડનો નફો થયો હતો.

5G નેટવર્ક સ્પીડ

5G સેવા વિશે, એવી અપેક્ષા છે કે તે 4G કરતા 10 ગણી ઝડપી હશે. એટલે કે હાલમાં 4જી સ્પીડ સાથે ઈન્ટરનેટ પર જે ડાઉનલોડ કરવામાં સમય લાગે છે, તે 5જી સેવા શરૂ થતા 10 ગણો ઓછો સમય લાગશે.

ઉલ્લેખનીય છે કે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, આજથી ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં દેશમાં 5G સેવા શરૂ કરશે. આ પહેલા કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે સરકાર બે વર્ષમાં સમગ્ર દેશમાં 5G કનેક્ટિવિટી મેળવવાનું લક્ષ્ય ધરાવે છે.

Express Exclusive PM Narendra Modi