દ્વારકાની ગોમતી નદીમાં 7 લોકો ડૂબતા દોડધામ, એક યુવતીનું મોત

Gujarat News : દ્વારકાની ગોમતી નદીમાં જામનગરના સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. હાલ યાત્રાળુઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Gujarat News : દ્વારકાની ગોમતી નદીમાં જામનગરના સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. હાલ યાત્રાળુઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gomti Ghat Dwarka, ગોમતી ઘાટ દ્વારકા

દ્વારકાની ગોમતી નદીમાં સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી (ફાઇલ ફોટો, સોશિયલ મીડિયા)

Gujarat News : દ્વારકાની ગોમતી નદીમાં જામનગરના સાત યાત્રીઓ ડૂબી જતાં દોડધામ મચી જવા પામી હતી. યાત્રીઓને ડૂબતાં જોઇ સ્થાનિક લોકો અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે 6 યાત્રાળુઓને બચાવી લેવામાં આવ્યા છે. હાલ યાત્રાળુઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાત યાત્રીઓમાં ચાર યુવક અને ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે.

Advertisment

સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો

બપોરે સાત લોકો નહાવા માટે ઉતર્યા હતા. જેમાં સમુદ્રમાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા 4 યુવક અને 3 યુવતીઓ મળી કુલ 7 જેટલા પ્રવાસીઓ ડૂબ્યા હતા. આ સાતેય લોકો પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યા હતા. ફાયરની ટીમ તેમજ સ્થાનિક ઊંટ ચલાવનાર લોકોએ ડૂબતા લોકોનું રેસ્ક્યુ કર્યું હતું.આ ઘટનામાં એક યુવતીનું મોત નીપજ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે બે ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ લાગી, જુઓ Video

પ્રાથમિક માહિતી અનુસાર આ પ્રવાસીઓ જામનગરના હોવાનું આવ્યું સામે આવ્યું છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અને રેસ્કયુ કરેલ ત્રણ યુવતીઓને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ છે.

Advertisment

છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના બની

ગોમતીઘાટમાં છેલ્લા એક મહિનામાં ડૂબવાની ત્રણ ઘટના બની છે. જેમાં 3 દિવસ અગાઉ એક વૃદ્ધ ડૂબ્યા હતા જોકે સુરક્ષાકર્મીઓએ જીવ જોખમમાં મૂકીને વૃદ્ધને બચાવી લીધા હતા. જ્યારે અન્ય એક ઘટના 21 મે ના રોજ બની હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા. જેમાં પાટણના મામા-ભાણેજનું મોત નીપજ્યું હતું, જ્યારે એકનો બચાવ થયો હતો.

ગુજરાતી ન્યૂઝ અકસ્માત ગુજરાત