ગાંધીનગર : માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 7,500 કાયમી શિક્ષકોની ભરતી કરાશે

Gujarat Government Recruitment : ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરાયો. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

Written by Ashish Goyal
June 19, 2024 20:33 IST
ગાંધીનગર : માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 7,500 કાયમી શિક્ષકોની ભરતી કરાશે
ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે

Gujarat Government Recruitment : રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય કરાયો છે.

આ માટે રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે. TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં 7500 શિક્ષકોની ભરતી થશે

માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ-ઇન-એડ શાળામાં 3,000 એમ કુલ 3,500 TAT-Secondary પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચત્તર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટ-ઇન–એડ શાળામાં 3,250 એમ મળીને TAT-Higher Secondary ના કુલ 4,000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.

આ પણ વાંચો – એમએસ યુનિવર્સિટી ભરતી, વડોદરામાં સારા પગારની નોકરી માટે ગોલ્ડન તક

18 જૂનના રોજ ગાંધીનગરમાં ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારો કાયમી ભરતી કરવાની માગ સાથે એકઠા થયા હતા અને ભરતીની માંગણી કરી હતી. રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ