/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Gujarat-rain-data.jpg)
ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો - Express photo
Gujarat Rain Weather Forecast Update Today: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે છેલ્લા બે દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 277 તાલુકામાંહળવાથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં નોંધાયો હતો. બોટાદના બરવાળામાં 7.5 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 17 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 18 જૂન 2025, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 277 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 1 MMથી લઈને 7.5 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
કયા ઝોનમાં કેટલા ટકા વરસાદ નોંધાયો?
આજે બુધવારે તા. 18 જૂન, 2025ના રોજ સવારે6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો
આજે બુધવારે તા. 18 જૂન, 2025ના રોજ સવારે6.00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10.46 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 19.18 ટકા, કચ્છ વિસ્તારમાં 17.55 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 9.76 ટકા, ઉત્તર ગુજરાતમાં 5.75 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 5.45 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
બોટાદ સહિત સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં સૌથી વધારે વરસાદ
પ્રાપ્ત વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના બોટાદ, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લાના તાલુકાઓમાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. આ ચાર જિલ્લાના તાલુકાઓમાં સૌથી વધારે વરસાદ બરવાળા, સાયલા, બોટાદ, મૂળી, જોડિયા, ઉમરાળા, થાનગઢ, વલ્લભીપુરમાં નોંધાયો હતો. અહીં ચાર ઈંચથી આઠ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
| જિલ્લો | તાલુકો | વરસાદ(ઈંચમાં) |
| બોટાદ | બરવાળા | 7.5 |
| સુરેન્દ્રનગર | સાયલા | 6.3 |
| બોટાદ | બોટાદ | 5.4 |
| સુરેન્દ્રનગર | મૂળી | 5.3 |
| જામનગર | જોડિયા | 5.2 |
| ભાવનગર | ઉમરાળા | 4.8 |
| સુરેન્દ્રનગર | થાનગઢ | 4.8 |
| ભાવનગર | વલ્લભીપુર | 4.5 |
રાજ્યમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
ગુજરાતમાં 17 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 18 જૂન 2025, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 277 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. PDFમાં જુઓ ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો.
આ પણ વાંચોઃ-ભાવનગરના સિહોરમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં રમકડાની જેમ તણાયા વાહનો, જુઓ વીડિયો
70 તાલુકામાં 1થી 4 ઈંચ સુધી વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશ સેન્ટર ગાંધીનગર તરફથી આપવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 227 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે 70 તાલુકા એવા છે જેમાં એક ઈંચથી લઈને ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. આ તાલુકાઓમાં મોટાભાગે મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોનો સમાવેશ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us