Gujarat Rain Today : ગુજરાતમાં 24 કલાકમાં ભાવનગરના ચાર તાલુકા સહિત ગઢડામાં જળબંબાકાર, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

Gujarat Rain Today Weather Forecast Update: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ગઢડામાં 13.9 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Written by Ankit Patel
Updated : June 17, 2025 10:35 IST
Gujarat Rain Today : ગુજરાતમાં 24 કલાકમાં ભાવનગરના ચાર તાલુકા સહિત ગઢડામાં જળબંબાકાર, ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
ગુજરાતમાં વરસાદ - photo - canva

Gujarat Rain Weather Forecast Update Today: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તાલુકામાં વરસાદે ધબધબાટી બોલાવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ગઢડામાં 13.9 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સાથે આજે વહેલી સવારે અમરેલી અને ખંભાતમાં મેઘરાજાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. સાથે જ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

13.9 ઈંચ વરસાદ સાથે ગઢડામાં જળબંબાકાર

સ્ટેટ ઈમરજન્સી મોનિટરિંગ સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે 16 જૂન 2025થી સવારે 6 વાગ્યાથી લઈને 17 જૂન 2025 સવારે 6 વાગ્યા સુધી 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યમાં 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે ગઢડામાં 13.9 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ભાવનગરમાં ધોધમાર વરાસદના પગલે વિકટ સ્થિતિ

ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થવાની સાથે જ સૌરાષ્ટ્ર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે ભાવનગર અને બોટાદના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. ભારે વરાસદના કારણે મોટાભાગના વિસ્તારોમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. અહીં રોડ-રસ્તા પર પાર્ક કરેલા વાહનો પણ તણાતા જોવા મળ્યા હતા. કાર, ટેમ્પો, રિક્ષા, ટુ-વ્હીલર સહિતના વાહનો પાણીમાં તણાતા જોવા મળ્યા હતા.

આ ઉપરાંત ભા વનગર જિલ્લાનાં શિહોર તાલુકામાં પડેલા વરસાદથી ગામમાં પાણી ઘુસ્યા છે. સિહોર તેમજ ઉપરવાસમાં પડેલ સારા વરસાદને લઈ શિહોરનાં ઘાંચીવાડ વિસ્તારમાં ઓટો રીક્ષા અને વાહનો તણાયા છે

રાજ્યમાં 24 કલાકમાં 7 તાલુકામાં 10 ઈંચથી વધારે વરસાદ

મળેલા વરસાદના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 7 તાલુકા એવા છે જેમાં 10 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે ગઢડામાં 13.9 ઈંચ વરસાદ પડ્યો હતો. નીચેના કોષ્ટકમાં જાણીએ સાત તાલુકામાં પડેલો વરસાદ

તાલુકોવરસાદ
ગઢડા13.9
પાલિતાણા11.9
સિહોર11.6
બોટાદ11
જેસર10.7
ઉમરાળા10.4
સાવરકુંડલા10

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

ગુજરાતમાં સવારે બે કલાકમાં 74 તાલુકામાં વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં આજે 17 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીના બે કલાકમાં ગુજરાતના 74 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ રાજકોટમાં 1.65 ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ અમદાવાદના ધંધુકામાં 1.61 ઈંચ વરસાદ રહ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ