Aaj Nu Havaman, Gujarat Rain : ગુજરાતમાં મેઘરાજાની મહેર શરૂ થઈ ગઈ છે છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ધબધબાટી બોલાવ્યા બાદ હવે મેઘાની સવારી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ વળી છે. છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડ જિલ્લામાં પડ્યો હતો. અહીં વાપીમાં 24 કલાકમાં સૌથી વધારે વરસાદ 6.8 ઈંચ નોંધાયો હતો.
મેઘાએ વલસાડ જિલ્લામાં બોલાવી ધબધબાટી
હવામાન વિભાગે આપેલા વરસાદના આંકડા પ્રમાણે 19 જૂન 2025ના રોજ વલસાડમાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં તમામ તાલુકામાં 2 ઈંચથી લઈને 7 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો. સૌથી વધારે વરસાદ વાપીમાં 6.8 ઈંચ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે વલસાડની નદીઓ બંને કાંઢે વહેતી થઈ હતી.
વલસાડ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
તાલુકો વરસાદ (ઈંચ) વાપી 6.8 પારડી 5.1 કપરાડા 4.5 ઉમરગામ 4.3 ખેરગામ 3.9 વલસાડ 2.4
રાજ્યના 29 તાલુકામાં એક ઈંચથી વધારે વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 19 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 20 જૂન 2025, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતના 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 29 તાલુકા એવા છે જેમાં 1 ઈંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લાને બાદ કરતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જ વરસાદ નોંધાયો છે. જેમાં નવસારી, સુરત, ડાંગ, તાપી અને નર્મદામાં વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં 19 જૂન 2025, સવારે 6 વાગ્યાથી લઈને 20 જૂન 2025, સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં ગુજરાતના 101 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચોઃ- અમદાવાદ પ્લેન ક્રેશ: 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના DNA મેચ કરવામાં મુશ્કેલીઓ, કેટલાકના દાંત પણ નથી
24 કલાકમાં 29 તાલુકામાં વરસાદે હાજરી પુરાવી
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા આપેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી. આ તાલુકામાં 1 એમએમથી લઈને 5 એમએમ સુધી વરસાદ નોંધાયો હતો.





